Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

રાજકોટ રેન્જમાં દિપડો આવ્યાની વાતે વન તંત્ર દોડયુ : જો કે કયાંય ફુટમાર્ક જોવા ન મળતા રાહત

રાજકોટ તા. ૧૨ : દિપડો આવ્યાની વાતોએ સૌને ચિંતીત કરી દીધા છે. ત્યારે રાજકોટ રેન્જમાં પણ દિપડો દેખાયાની વાતે ભારે જોર પકડતા વન વિભાગે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરાવી હતી. પરંતુ આવા કોઇ ચિન્હો કે અણસાર જોવા મળ્યા નથી.

રાજકોટ જિલ્લાના કુવાડવાની આજુબાજુ દિપડો દેખાયાની બાતમીના આધારે વન સંરક્ષક શ્રી સામાજીક વર્તુળના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ વન સંરક્ષક શ્રી સામાજીક વનીકરણ વિભાગની સુચનાથી રાજકોટ (ઉ.) રેન્જના સ્ટાફને તાત્કાલીક સ્થળ તપાસ માટે દોડાવવામાં આવ્યો હતો. ખાસ વાહનો તેમજ પગપાળા વિવિધ વિસ્તારો ફેંદી નખાયા હતા. પરંતુ દીપડાના પગના નિશાન કે મારણ જેવું કઇપણ જોવા મળેલ ન હોય તંત્રએ રાહતનો દમ લીધો હતો.

જો કે તેમ છતા હજુએ આ વિસ્તારમાં સ્ટાફનું પેટ્રોલીંગ ચાલુ રખાયુ છે. કયાંય પણ ફુટમાર્ક કે મારણ જોવા મળે તો વન વિભાગનો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:49 pm IST)