Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

જિલ્લા પંચાયતમાં ફરી ગરમાવોઃ પખવાડીયામાં સામાન્ય સભાઃ સમિતિઓની રચના માટે બળાબળના પારખા

પ્રમુખ સામેની દરખાસ્ત સિવાઇના મુદ માટે સભા બોલાવી શકાય તેવો કાનુની અભિપ્રાય

રાજકોટ, તા., ૧૫: જિલ્લા પંચાયતમાં  લાંબા સમયથી અટકી પડેલી સામાન્ય સભા બોલાવવાનો માર્ગ મોકળો થયો છે. પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તનો મામલો  હાઇકોર્ટમાં પડતર છે. તેની સુનાવણી માટે ૭ જાન્યુઆરીની મુદત છે. તે પુર્વે અન્ય બે સમીતીઓની રચના અને રાબેતા મુજબની બજેટ રીવાઇઝડ સહીતની કામગીરી માટે  સામાન્ય સભા બોલાવવા વિકાસ અધિકારીએ  કાનુની નિષ્ણાંતોનું માર્ગદર્શન માંગેલ.  ત્યાંથી હકારાત્મક પ્રતિસાદ મળતા હવે ટુંક સમયમાં સામાન્ય સભા મળે તેવા સંજોગો સર્જાયા છે. સામાન્ય સભા બોલાવવામાં કોઇ કાનુની અડચણ નથી તેવો વિકાસ અધિકારી તરફથી  વિધિવત પત્ર મળે પછી તુરત સામાન્ય સભાની  તારીખ નક્કી કરવા ચુંટાયેલી પાંખે તૈયારી કરી છે. સિંચાઇ સહકાર તથા મહિલા બાળ કલ્યાણ સમીતીની ચુંટણી કરવાની હોવાથી ફરી વખત પંચાયતના બે રાજકીય જુથો વચ્ચે બળાબળના પારખા થશે. સામાન્ય સભા પખવાડીયામાં મળે તેવી શકયતા છે. 

છેલ્લી રાજકીય સ્થિતિ મુજબ અવિશવાસ દરખાસ્ત વખતે ખાટરીયા જુથ સાથે ૧૯ સભ્યો અને બાગી જુથ પાસે ૧૭ સભ્યો હતા બંન્ને સમીતીના મુદત પુરી થયાના ચેરમેન બાગી જુથના હતા પરંતુ અત્યારે ખાટરીયા જુથ તરફ છે. જો આ સ્થિતિ ચાલુ રહે તો બાગીઓએ બંન્ને સમીતીમાંથી હાથ ધોઇ નાખવા પડશે અથવા નવેસરથી ખુટતા સભ્યો ખેંચવા પડશે. બાગીઓ સામાન્ય સભામાં શરણાગતી સ્વીકારે છે કે જોર કરે છે? તે તો સમય આવ્યે જ ખબર પડશે.અન્ય કેટલાક મુદાઓમાં પણ કયા સભ્ય કોની સાથે છે ? તે સ્પષ્ટ થઇ જશે. કારોબારી સમીતીના અધ્યક્ષ સામેની અવિશ્વાસ દરખાસ્તના મામલે ફેંસલા માટે તા.૧૭મીએ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. બેઠક મળતા પુર્વે અધ્યક્ષ રાજીનામુ આપે તેવી શકયતા છે. પંચાયતના રાજકારણમાં વધુ એક વખત ગરમાવો આવી રહયો છે. (

(3:48 pm IST)