Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

દેશી દારૂના ગુનામાં સામેલ વધુ બે પાસામાં: મણી અને સલિમ જેલહવાલે

ગાંધીગ્રામ પોલીસ અને ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરી

રાજકોટ તા. ૧૨: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હવે દેશી દારૂના ગુનામાં સામેલ હોય તેવા શખ્સો સામે પણ પાસાનું શસ્ત્ર ઉગામવાનું શરૂ કર્યુ છે. ગઇકાલે એક શખ્સ પાસામાં ધકેલાયા બાદ વધુ એક મહિલા અને એક પુરૂષ સામે પાસા કરવામાં આવ્યા છે.

છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતી મણી દામજી વાજેલીયા (ઉ.૪૫) અગાઉ દેશી દારૂ સાથે પકડાઇ હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત પીસીબી મારફત મુકાઇ હતી. આ ઉપરાંત જંગલેશ્વર આરએમસી કવાર્ટરમાં રહેતો સલિમ ઉર્ફ ગધો જુમાભાઇ માલાણી (ઉ.૩૦) પણ દેશી દારૂમાં પકડાયો હોઇ તેને પણ પાસામાં ધકેલવાની દરખાસ્ત મુકાઇ હતી. પોલીસ કમિશનરે બંને દરખાસ્ત મંજુર કરી મણી અને સલિમ બંનેને અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.

ગાંધીગ્રામ પી.આઇ. કે. એ. વાળા, પીએસઆઇ ભટ્ટ, હીરાભાઇ રબારી, રશ્મિનભાઇ પટેલ અને ડી. સ્ટાફે તથા ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા અને ડી. સ્ટાફ ટીમે બજવણી કરી હતી. પીસીબી પીઆઇ એસ. એન. ગડ્ડુ, રાજુભાઇ દહેકવાડ, શૈલેષભાઇ રાવલ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામી સહિતે દરખાસ્તો તૈયાર કરી હતી.

(1:29 pm IST)