Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

આકાશવાણીનાં 'ગામનો ચોરો' કાર્યક્રમમાં ઓર્ગેનિક ખેતી કરનાર ચતુરભાઇ કલોલાની મુલાકાત

રાજકોટ,તા.૧૨: આજે ગુરુવારે અને આવતીકાલે શુક્રવારે સાંજે ૭.૨૦ મીનીટે    'ગામનો ચોરો'  આઈ.ટી.આઈ.  ઈલેકિટ્રશિયન પાસ અને ૧૦ ચોપડી ભણેલ ઓર્ગેનિક ખેતી કરીને મહિને ૨૫૦૦૦ કમાણી કરતા ચતુરભાઈ કલોલા સાથે રસપ્રદ પ્રશ્નોત્ત્।રી

૬૪ વર્ષનો અડિખમ ઇતિહાસ ધરાવતા આકાશવાણી રાજકોટ પર ખેડૂતો અને ગ્રામ શ્રોતાઓ માટે માર્ગદર્શન, માહિતી અને લોકસંગીત અને ભજનના સથવારે સપ્તાહ ના પાંચ દિવસ  'ગામનો ચોરો'  તેમજ મંગળવારે અને શુક્રવારે 'આકાશવાણી ખેડૂત મંડળ' નામક ગ્રામજનોમાં  લોકપ્રિય એવો કાર્યક્રમ સાંજે ૭.૨૦ મીનીટે પ્રસારિત થાય છે.  આ કાર્યક્રમ માં સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક પ્રગતિશીલ ખેડૂત, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કૃષિ યુનિવર્સિટી નાં કૃષિ વૈજ્ઞાનિકો/ અધિકારીઓ સાથે સાવ સહજ રીતે સવાલ જવાબ કરવામાં આવે છે, જાણે આ કાર્યક્રમ કોઈ નાનકડા ગામના ચોરાથી જ લાઈવ પ્રસારિત થઇ રહ્યો હોય. તેમજ કાર્યક્રમના મધ્ય ભાગ નીવડેલા લોકપ્રિય કલાકારના કંઠે લોકગીત કે ભજન કે ગુજરાતી ફિલ્મના ગીત સંભળાવવામાં આવે છે અને સમાપન માં ખેતી વિષયક માહિતી આધારિત વાર્તાલાપ અપાય છે અને એ રીતે  આકાશવાણી રાજકોટ પણ ખેડોતોનો  પાક્કો ભેરુ બને છે. ખેડૂતો પણ તેમને મુંજવતા પ્રશ્નો લખી મોકલે છે અને તેનો સચોટ ઉકેલ, સમજ અને માર્ગદર્શન વિષય નિષ્ણાંત દ્વારા સમયાંતરે આ કાર્યક્રમમાં અપાય છે, જેથી વિશાળ ખેડૂતોને તેનો લાભ મળી શકે.

આજ રોજ ગુરુવારે સાંજે ૭.૨૦ મિનિટે પ્રસારિત થનાર 'ગામનો ચોરો ' કાર્યક્રમમાં  રાજકોટ થી માંડ ૨૦ કિલોમીટર દૂર ગઢકાના પાદરમાં માત્ર પાંચ વીદ્યામાં ઝિરો બજેટ ખેતી પદ્ઘતિ ના સહારે અને સદીઓ જૂની દેશી ખાતર અને મહારાષ્ટ્રના  સજીવ ખેતીના સમગ્ર દેશમાં પ્રસિદ્ઘ પ્રણેતા  સુભાષ પાલેકરની પદ્ઘતિને ખેતીનો રાજમાર્ગ બનાવી ને સંપૂર્ણપણે ઓર્ગેનિક રીતે ખેતી કરીને માત્ર લાલ જામફળ નાં વેચાણ થી મહિને ૨૫૦૦૦ જેટલી માતબર રકમ વટભેર મેળવી લે છે. આ મુલાકાત દરમ્યાન પૂરા ભરોસા સાથે ચતુરભાઈ એ સજીવ ખેતી કર્યા સિવાય ખેડૂતો પાસે કોઈ વિકલ્પ નથી એવી વાત દાખલા-દલીલ સાથે કરી છે.  અદ્યતન ટેકનોલોજી ના સહારે પૂરા ઉત્સાહ સાથે લાલ મરચાની પણ   ખેતી કરતા ચતુરભાઈ સાથે રસપ્રદ પ્રશ્નોત્ત્।રીમાં ચતુરભાઈએ ઓર્ગેનિક પદ્ઘતિથી પણ કઈ રીતે વધુ પાક લઇ શકાય તેની વાતો કરી છે. આ વાર્તાલાપ ૧૨ ડિસેમ્બર ગુરુવારે અને ૧૩ ડિસેમ્બર શુક્રવારે એમ બે ભાગમાં પ્રસારિત કરવામાં આવશે. રેડીઓ સેટ પર આ કાર્યક્રમ મીડીયમ વેવ ૩૭૦.૩  મીટર્સ એટલે કે ૮૧૦ કિલો હર્ટઝ પર સાંભળી શકાશે.  ઉપરાંત વર્તમાન સમયની સાથે  તાલ મિલાવવા આકાશવાણી રાજકોટ નાં સોશ્યલ મીડિયા ફ્રેન્ડલી એવાં વર્તમાન મદદનીશ કેન્દ્ર નિયામકશ્રી વસંત જોશી  યુ ટ્યુબ અને પ્રસારભારતી નું   app   ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી ને એન્ડ્રોઈડ મોબાઈલમાં પણ  દુનિયાના કોઈપણ ખૂણે લાઈવ સાંભળી  શકાય તેવી કાળજીપૂર્વકની વ્યવસ્થા ગોઠવી છે.

કાર્યક્રમનું સંચાલન અટલ શર્મા  અને પરેશ વડગામા કર્યું છે. જયારે નિર્માણ શ્રી અટલ શર્મા નું છે.

(11:43 am IST)