Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાજીનામાની ચિમકી કોઇ કાળે ચલાવી નહિ લેવાયઃ કમલેશ મીરાણી

સામા કાંઠે ભાજપના મહિલા કોર્પોરેટરોનાં ડખ્ખામાં શહેર પ્રમુખની સ્પષ્ટ વાત : દક્ષાબેન ભેંસાણીયાએ પાર્ટીનો આંતરીક મામલો જાહેર કર્યો તે ગેરશિસ્ત સમાનઃ પાર્ટીની શિસ્તમાં રહેવા તાકીદ કરાશેે

રાજકોટ, તા., ૧રઃ શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં. પ ના ભાજપના બે મહિલા કોર્પોરેટરો વચ્ચે છેલ્લા ચાર-પાંચ દિવસથી આંતરીક ડખ્ખો અત્યંત ચરમસીમાએ પહોંચી ગયો છે અને આ પ્રકરણમાં દક્ષાબેન ભેંસાણીયાએ કોર્પોરેટર પદેથી રાજીનામું આપવા સુધીની ચિમકી ઉચ્ચારતા આ બાબતને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ ગેરશિસ્ત સમાન ગણાવી છે.

આ અંગેની વિગતો મુજબ વોર્ડ નં. પ ના ભાજપના મહિલા કોર્પોરેટર પ્રિતીબેન પનારા  અને દક્ષાબેન ભેસાણીયા વચ્ચે સાઇન બોર્ડ મુકવાના મામલે છેલ્લા ઘણા સમયથી આંતરીક ડખ્ખો ચાલી રહયો છે. દરમિયાન પેડક ચોકમાં પ્રિતીબેન પનારાએ પોતાના નામવાળુ સાઇન બોર્ડ લગાવતા દક્ષાબેન ભેસાણીયાએ  તેનો વિરોધ કર્યો હતો અને આ મામલે શાસક પક્ષ નેતાને રાજીનામા પત્ર આપવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેથી આ સમગ્ર વિવાદ શહેર ભાજપમાં ચર્ચાસ્પદ બન્યો છે.

દરમિયાન આ મામલે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષાબેન ભેસાણીયાએ પાર્ટીના આંતરીક મામલે જાહેરમાં નિવેદનો કર્યા છે. જે ગેરશિસ્ત સમાન છે એટલું નહિ તેઓએ રાજીનામુ આપવાની ચિમકી ઉચ્ચારી છે. તે પણ પાર્ટીલાઇન વિરૂધ્ધ છે કેમ કે પક્ષથી ઉંચુ કોઇ નથી. લોકોએ તેઓને ચુંટયા છે ત્યારે લોકોના સ્નેહ અને સહકારને ધ્યાને લઇ આ પ્રકારની ચિમકીઓ ઉચ્ચારવી નહિ જોઇએ. આથી આ બાબતે દક્ષાબેન ભેસાણીયા પતિ અરવિંદ ભેાઇ ભેસાણીયાને બોલાવી અને આ બાબતે તાકીદ પણ કરવામાં આવનાર છે. તેમ શ્રી મિરાણીએ જણાવ્યું હતુ઼.

આમ, સામાકાંઠાના મહિલા કોપોૈરેટરના ડખ્ખાના મામલે શહેર ભાજપમાં વિવાદના વમળો સર્જાયા છે.

(5:28 pm IST)