Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

મોટામવા સ્‍મશાનના મંદિર પાસે નોનવેજ માર્કેટની મંજુરી સામે વિરોધ

ઓમકાર ટ્રસ્‍ટ દ્વારા મંજુરી રદ કરવા કલેકટરને આવેદન

રાજકોટ તા.૧૨: શહેરનો મોટામવા વિસ્‍તારમાં આવેલ સ્‍મશાન પાસેજ સરકારી જમીનમાં ઇંડા-નોનવેજની રેકડીઓને મંજુરી આપવાના નિર્ણય સામે સ્‍થાનિકોમાં વિરોધનો સુર ઉઠયો છ

આથી આ બાબતે મ્‍યુ.કમિશ્નર જીલ્લા કલેકટરને વિસ્‍તાર આવેદનપત્ર પાઠવી અને આ મંજુરી રદ કરવા માંગ ઉઠાવી છે.

આ અંગે શ્રી મોટામવા સ્‍મશાન ઓમકાર ટ્રસ્‍ટ-રાજકોટ દ્વારા માનનિય મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી ને લેખીત રજુઆત કરવામાં આવે  કે મોટા મવા સ્‍મશાનની બાજુમાં આવેલી સરકારી જમીન પર ઇંડા-નોનવેજની લારીઓ રાખવાની સુચના આપી છે તે હિન્‍દુ ધર્મની લાગણીને ઠેસ પહોચાડશે. કેમકે અહી મહાદેવનું મંદીર છે આથી મંજુરી રદ કરી આ લારીઓની વ્‍યવસ્‍થા અન્‍ય કોઇ જગ્‍યાએ કરવા માંગ છે.

આ ઉપરાંત કલેકટરશ્રીને પણ લેખીત રજુઆત કરવામાં આવી કે આ જગ્‍યાએ શનિવારી બજાર ભરાય છે  ત્‍યારે મ.ન.પા.ને ભલામણ કરી સુચન કરો કે કોઇ ધાર્મિક લાગણી દુભાયનહિં તે રીતે આ લારીઓની વ્‍યવસ્‍થા અન્‍યત્ર કરે.

સાથો સાથ કલેકટરશ્રીને જણાવ્‍યુ કે આ જગ્‍યા પર દબાણો હટાવી ‘‘દેશી દારૂના અડ્ડા'' ગેરકાનુની પ્રવૃતિઓનો કાયમી નિકાલ કરાવવો જોઇએ.

(5:20 pm IST)