Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

બેન્કના કર્મચારીઓ માટે રવિવારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

રાજકોટ, તા. ૨૨ : રાજયના સહકારી બેન્કીંગ માળખાને સુદૃઢ બનાવવા સતત પ્રયત્નશીલ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશન અને ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક લી.ના સંયુકત ઉપક્રમે રમતોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ક્રિકેટ, કબડ્ડી, ચેસ, કેરમ અને ટેબલ ટેનીસનો સમાવેશ થાય છે. તે અંતર્ગત તા.૧૬ને રવિવારે રાજકોટ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયેલ છે.

ગુજફ્રેડના ચેરમેન જયોતિન્દ્રભાઈ મહેતા જણાવે છે કે બંને સંસ્થાઓ દ્વારા લેવામાં આવેલ દૂરંદેશીપૂર્વકના પગલા થકી તમામ અર્બન તથા જિલ્લા સહકારી બેન્કોને એક અંબ્રેલા નીચે લાવી શકાયેલ છે અને રાજયના અર્થતંત્રના વિકાસમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી રહી છે. વિશેષમાં સહકારી બેન્કીંગ સેકટરમાં બેન્કો વચ્ચે સહકારી ભાતૃભાવ બને એકબીજાની નજીક આવે, મદદરૂપ થાય તે માટે અને પોતપોતાનું પ્રાઉડ ફીલ કરે તેવી ટીમ ભાવના વિકસે તે ખૂબ જ જરૂરી છે. આ માટે રાજયની ટોચની રાજય સહકારી બેન્ક તથા અર્બન બેન્કસ ફેડરેશનના આગેવાનો હરહંમેશ પ્રયત્નશીલ રહ્યા છે. બેન્કોમાં સહકારીતાનો સેતુ ઉભો થાય અને બેન્કોના નાના - મોટા પ્રશ્નો નિરાકરણ થાય તે માટે બંને સંસ્થાઓના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજયની તમામ સહકારી બેન્કોના કર્મચારીઓ માટે આગામી ડિસેમ્બર તથા જાન્યુઆરી માસ દરમિયાન જુદી જુદી સ્પોટ્ર્સ ઈવેન્ટનું આયોજન છે

(5:54 pm IST)