Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાષ્ટ્રીય શાળા ઓવર ટેઇક કરવા બાબતે ધમાલઃ સિધ્ધરાજસિંહ ઝાલાને કાંતિભાઇએ બટકુ ભર્યુ

સામે કાંતિભાઇ પર ખુરશીથી હુમલો કરાયોઃ બંનેએ સારવાર લીધી

રાજકોટ તા. ૧૨: રાષ્ટ્રીય શાળામાં બે યુવાન વચ્ચે મારામારી થતાં એકે બીજાને બટકુ ભરી લીધું હતું તો એકે ખુરશી ફટકારી દેતાં બંનેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

રજપૂતપરા ગરાસીયા બોર્ડિંગમાં રહેતાં સિધ્ધરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા (ઉ.૧૯) અને વિજય પ્લોટ-૧૮માં રહેતાં કાંતિભાઇ રમેશભાઇ મકવાણા (ઉ.૪૮) સાંજે સાતેક વાગ્યે રાષ્ટ્રીય શાળા પાસે હતાં ત્યારે બંને વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતાં કાંતિભાઇએ સિધ્ધરાજસિંહને હાથ પર બટકુ ભરી લીધું હતું અને સામે કાંતિભાઇ પર ખુરશીથી હુમલો થયો હતો. બંને ઘાયલ થયા હતાં. કોઇએ પોલીસને જાણ કરતાં ે-ડિવીઝનના કોન્સ. અજીભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ઝઘડો જોતાં બંનેને છુટા પાડ્યા હતાં અન હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવાઇ હતી. પરંતુ બંને ઘરમેળે સમાધાન કરી નીકળી ગયા હતાં. સિધ્ધરાજસિંહ ચાલીને જતો હતો ત્યારે કાંતિભાઇએ હોર્ન વગાડી બાઇકથી ઓવરટેઇક કરતાં સ્હેજ બાઇક અડી જતાં તે બાબતે ચડભડ થયાનું ચર્ચાતું હતું.

ગાયત્રીનગરમાં સુરેશ ગઢવી પર પાઇપથી હુમલો

ઢેબર રોડ ગીતાનગર-૧માં રહેતાં સુરેશ રમેશભાઇ ગઢવી (ઉ.૩૩)ને રાત્રે અઢી વાગ્યે ગાયત્રીનગર મેઇન રોડ પર હતો ત્યારે વિક્રમ રબારી, દોલત સહિતના શખ્સોએ પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહે ભકિતનગરમાં જાણ કરી હતી. જો કે રાત્રે જ આ યુવાન રજા લઇને જતો રહ્યો હતો.

પતિ સાથે ચડભડ થતાં પોપટપરાની પુષ્પાએ ઝેર પીધું

પોપટપરા કૃષ્ણનગરમાં રહેતી પુષ્પાબેન રાજુ રજપૂત (ઉ.૨૪) નામની મુળ યુપીની પરિણીતાએ સાંજે ઝેર પી લેતાં તેના ભાઇ રાધે સત્યવીરે હોસ્પિટલમાં ખસેડી હતી. ભાઇ રાધેના કહેવા મુજબ પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતાં પુષ્પાબેને આ પગલું ભર્યુ હતું. ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી.

(3:45 pm IST)