Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ગુજરાત રાજય ઇન્ડિયન ડેન્ટલ એસો. દ્વારા રાજકોટ બ્રાન્ચને પ પ્રતિનિધિ એવોર્ડ

રાજકોટ : ગુજરાત રાજય ઇન્ડિયન ડેન્ટલ એસો. દ્વારા તાજેતરમાં યોજાયેલ એવોર્ડ સેરેમનીમાં રાજકોટ બ્રાંચને તેની વિવિધ શ્રેષ્ઠ પ્રવૃતિઓ બદલ પાંચ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. ઇન્ડિયન ડેન્ટલ એસો.ની ૪૮મી ગુજરાત સ્ટેટ કોન્ફરન્સ અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી જેની રાજયમાં ૧૯ શાખાઓ પૈકી રાજકોટ બ્રાંચને પાંચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃતિઓ બદલ કુલ ૧પ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં જે પૈકી માત્ર પાંચ એવોર્ડ રાજકોટ બરાંચને તેની શ્રેષ્ઠ પ્રવૃતિઓ બદલ એનાયત કરવામાં આવ્યા છે. રાજકોટ બ્રાંચ એસો પ્રમુખ ડો. વિપુલ કોટેચાએ તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા છે અને સંસ્થાની શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને કરેલી કામગીરીને બિરદાવી છે.(૮.૯)

(1:55 pm IST)