Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મ.ન.પા. સ્વચ્છ હોટલ-સ્કૂલો-હોસ્પીટલો તથા માર્કેટ અને સોસાયટીઓને બિરદાવશે

સ્વચ્છતાના પ્રમાણ મુજબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકના વિજેતાનું સન્માન કરાશેઃ આ રેન્કીંગમાં ભાગ લેવા મનપાની વેબસાઈટ www.rmc.gov.in ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

રાજકોટ, તા. ૧૨ :. શહેરના તમામ હોટલ સંચાલકો, તમામ હોસ્પીટલ, તમામ સ્કુલ સંચાલકો, તમામ રેસિડન્સ વેલ્ફેર એસોસીએશન/મોહલ્લાના પ્રમુખ, માર્કેટ એસોસીએશન, તમામ સરકારી કચેરીને આથી જાણ કરવામાં આવે છે. જે અન્વયે આગામી સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ને ધ્યાને લઇને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સ્કુલ, સ્વચ્છ હોટલ, સ્વચ્છ હોસ્પીટલ, સ્વચ્છ રેસિડન્સ વેલ્ફેર એસોસીએશન/મોહલ્લા, સ્વચ્છ સરકારી ઓફિસ તથા સ્વચ્છ માર્કેટ એસોસિએશન માટે સ્વચ્છતા રેન્કિંગનું આયોજન કરવામાં આવેલ છે.

 આ  સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા-જુદા પેરામીટર્સ જેમ કે, ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વિસ મેઇન્ટેનન્સ અને લોકોના ફીડબેંક ઉપર દરેક કેટેગરીમાં થમ દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાનું સન્માન કરવામાં આવશે. આ સ્વચ્છતા રેન્કીંગમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN ઉપરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

આ સ્વચ્છતા રેન્કીંગ નવેમ્બર-૨૦૨૧ થી ડીસેમ્બર-૨૦૨૧ સુધી એક જ વખતની સ્પર્ધા રહેશે.

સ્વચ્છતા જાગૃતિ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેના બેનર તથા ર્હોડિંગ લગાવવાના રહેશે તેમાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨ નો લોગો લગાવો ફરજીયાત છે. લોગો તથા બેનરની ડીઝાઇન પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશન યુનિટ ( આઈ.ઈ.સી.સેલ) પ્રથમ માળ રૂમ નં-૭, ઢેબર રોડ, સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા (ફોન નં – ૨૨૨૮૧૭૭ મળી રહેશે.)

આ સ્વચ્છતા રેન્કીંગ સ્પર્ધાનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર હસ્તગત એસડબલ્યુએમ કમિટીનો રહેશે. જે દરેક ભાગ લેનાર સંસ્થાઓને બંધનકર્તા રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી  તા. ૨૬ નવેમ્બર રહેશે.

સ્વચ્છતા રેન્કિંગમાં વિવિધ માપદંડો જેમકે પરિસરની સ્વચ્છતા, શૌચાલયનું બાંધકામ તથા સ્વચ્છતા, દાદરા-લોબીની સ્વચ્છતા, કચરાપેટીની વ્યવસ્થા, ભીના કચરાના નિકાલની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા વિગેરે રહેશે.

(4:02 pm IST)