Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાજય સરકાર રાજકોટમાં જી. એસ. એફ. સી.ની કોર્પોરેટ ઓફીસ બનાવશેઃ મ.ન.પા.નાં પ્લોટ પર નજર ફેરવતા મુકેશપુરી

રાજકોટ : રાજય સરકારનાં અગ્રસચિવ અને જી. એસ. એફ. સી. નાં મુખ્ય અધિકારી મુકેશ પુરી ગઇકાલે રાજકોટની ઓંચીતી મુલાકાતે આવ્યા હતાં. તેઓએ રાજકોટમાં જી. એસ. એફ. સી. ની કોર્પોરેટ કચેરી  બનાવવા માટે મ.ન.પા.નાં ૪ જેટલા પ્લોટ નિહાળ્યા હતાં.

આ પ્લોટ, રૈયા, નાના મૌવા, અને માધાપર વિસ્તારમાં છે. ત્યારબાદ તેઓએ રૈયા સ્માર્ટ સીટી ડેવલપમેન્ટની કામગીરી નિહાળી હતી અને પ્લોટ બાબતે રાજકોટનાં ટી. પી. ઓ. શ્રી સાગઠીયા સાથે ખાનગી હોટલમાં બેઠક યોજી હોવાનું જાણવા મળ્યું છે.

(4:01 pm IST)