Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રૂ. એક લાખનો ચેક પાછો ફરતાં આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતી કોર્ટ

રાજકોટ તા. ૧રઃ એક લાખનો ચેક પાછો ફરતા આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે હાઉસ નં.-૪ સ્વસ્તીક સોસાયટી, સ્વસ્તીક ગાર્ડન પાસે, બેડી રોડ, જામનગર મુકામે રહેતા આરોપી હિરેન મહેન્દ્રભાઇ ધાબા ને ફરીયાદી મહેશ મુલચંદભાઇ બુધવાણી, રહે-ફલેટ નં.-૪૦૧, જય એપાર્ટમેન્ટ, જંકશન પ્લોટ, શેરી નં.-પ, રાજકોટવાળાઓ બંને મિત્રતાના સબંધો હોય જેથી આરોપીને ધંધાના કામ અર્થે આજથી દોઢ વર્ષ પહેલાં પૈસાની જરૂરીયાત ઉભી થતા તેઓએ આ કામના ફરીયાદીનો સંપર્ક કરી પોતાને પૈસાની જરૂરીયાત હોય જેથી સબંધના દાવે માંગણી કરેલ. જેથી ફરીયાદીએ મીત્રતા તેમજ સબંધના દાવે આરોપી હિરેનભાઇને તેમની જરૂરીયાત મુજબની રકમ રૂ. ૧,૦૦,૦૦૦/- એક લાખ વગર વ્યાજે સંબંધના દાવે હાથ ઉછીના રોકડા આપેલ. આ કામના આરોપીએ ત્યારે વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ કે તમો જયારે તમોની લેણી રકમ રૂ. ૧,૦૦,૦૦૦/- એક લાખ પરત માંગશો ત્યારે હું તમનોે પરત ચુકવી આપીશ.

ત્યારબાદ આ કામના ફરીયાદીને પૈસાની જરૂરીયાત ઉભી થતાં આરોપી પાસે માંગણી કરતા આરોપીએ પોતાની બેંક ''આઇ.સી.આઇ.સી.આઇ બેંક, એરપોર્ટ રોડ શાખા, જામનગરનો ચેક રકમ રૂ. ૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરાનો તા. ર૩-પ-ર૦ર૧નો આપેલ અને કહેલ કે સદરહું ચેક તમોની બેંકમાં વટાવવા માટે રજુ રાખશો એટલે તમોને ચેક મુજબની રકમ મળી જશે. જેથી આ કામના ફરીયાદીએ તા. ૩-૮-ર૦ર૧ ના રોજ સદરહું ચેક પોતાની બેંક ''રાજકોટ કોર્મશીયલ કો-ઓપ-બેંક લી.''માં નાંખતા તા. ૪-૮-ર૦ર૧ના રોજ ''એકાઉન્ટ કલોઝડ''ના શેરા સાથે વણચુકવેલ પરત ફરેલ.

આજી ફરીયાદીએ પોતાના એડવોકેટ અમીત એન. જનાણી મારફત ચેક રીટર્ન થયા અંગેની ઠડીમાન્ડ નોટીસ મોકલેલ. તેમ છતાં આરોપીએ આજ દિન સુધી તહોમદતારે ફરીયાદીને તેની ચેક મુજબની કાયદેસરની લેણી રકમ ચુકવેલ નહીં કે નોટીસનો જવાબ આપેલ નહીં. જેથી આ કામના ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ધી નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ જેને ધ્યાને લઇ કોર્ટ આરોપી હિરેન મહેન્દ્રભાઇ ધાબા વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરેલ હતું.

આ કામમાં ફરીયાદી મહેશ મુલચંદભાઇ બુધવાણી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈયમ રોકાયેલા હતા.

(3:16 pm IST)