Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

લાખોની લૂંટની સ્ટોરી ઉભી કરી રકમ હડપ કરવા અંગે આંગડીયા કર્મચારીના જામીન નામંજુર

રાજકોટ, તા. ૧ર :  ૩૦ લાખની લૂંટની ખોટી સ્ટોરી ઉભી કરી રકમ હડપ કરી જવાના ગુન્હામાં આરોપીની વચગાળાની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ર૦-૭-ર૧ ના રોજ ફરીયાદી આંગડીયા પેઢીના માલીક નિલેશભાઇ મનસુખલાલ ભાલોડીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ કે તેમની ઓફીસમાં કામ કરતો સંજયભાઇ અંબાવીભાઇ ભીમાણીને રૂ. ૩૦ લાખ બેન્કમાંથી ઉપાડવા માટે સેલ્ફનો ચેક આપેલ અને તે રકમ ઉપાડયા બાદ લૂંટ થયેલની હકિકત જણાવેલ કે ગુન્હામાં પોલીસે તપાસ કરતા તે રૂ. ૩૦ લાખ સંજયભાઇ ભીમાણી એજ હડપ કરી લૂંટ થયાનું ખોટુ જણાવી લૂંટની ખોટી સ્ટોરી ઉભી કરી બધાને ગેરમાર્ગે દોરી રકમ સગેવગે કરી નાખવાના ગુન્હામાં પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. જેલમાંથી આરોપી સંજયભાઇ ભીમાણી રહે. બાંસુરી પેલેસ ફલેટ નં. ૩ર આસ્થાની પાછળ ૧પ૦ ફૂટ રીંગ રોડ રાજકોટ વાળાએ પુત્રની સ્કુલ ફી ભરવા તથા તેમના પત્નીની તબીયતનું કારણ બતાવી વચગાળાના ૩૦ દિવસ માટે જામીન મળવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર થઇ જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીને જામીન આપવામાં આવશે તો તે નાશી ભાગી જશે અને કેસ ચાલવામાં વિલંબ થશે તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ એચ.એમ. પવારે જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા. 

(3:15 pm IST)