Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મિલ્કત ખરીદતા પહેલા શું ધ્યાન રાખવું ? 'ઘરનું ઘર સપનાનું વાવેતર' પુસ્તકનું વિમોચન

રાજકોટઃ પિરામીડ પબ્લીકેશન દ્વારા નવા વર્ષની શરૂઆતમાં લોકો માટે રિયલ એસ્ટેટ પર 'ઘરનું ઘર સપનાનું વાવેતર' પ્રકાશીત કરવામાં આવ્યુ છે. આ પુસ્તકમાં રિયલ એસ્ટેટના તજજ્ઞોના વિચાર જેમ કે મિલ્કત ખરીદતા પહેલા શું ધ્યાનમાં રાખવું, મિલ્કતમાં ડોકયુમેન્ટ કયા કયા જોઇએ. મહિલાઓના નામે મિલ્કત કરવાથી થતા ફાયદાઓ, મિલ્કત પર લોન વિશેની માહિતી મિલ્કતનું વીલ કઇ રીતે બનાવવું મિલ્કતપર વીમોનું મહત્વ વગેરે અનેક માહિતીનો સમાવેશ કરાવામાં આવ્યા છે.

આ પુસ્તક મિલ્કત ખરીદી કરવામાં ખુબ જ ઉપયોગી થશે. પુસ્તકનું વિમોચન અપૂર્વમુની સ્વામી હસ્તે કરવામાં આવ્યું. પિરામીડ પબ્લીકેશનના સંચાલક વિપુલ પરમાર (મો.૯૮૯૮૩ ૫૬૫૭૩)ને શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે પરીતોષ રાઇચુર (બેનીફીટ) ,ડો. પાર્થ પંડયા (તથાસ્તુ હેલ્થ ઝોન), મૌલીક જોષી (મોક્ષ ઇવેન્ટસ), નેહલકુમાર મહેતા, મેહુલ સોલંકી (વસ્તુ હુનર) વગેરે ઉપસ્થિત રહયા હતા.

(3:13 pm IST)