Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

માધાપર પાસે અશોક અને બજરંગવાડી પાસે મીલન વરલીનો જુગાર રમતા પકડાયા

ગાંધીગ્રામ પોલીસના બે દરોડાઃ ચાર હજારની રોકડ કબ્જે

રાજકોટ તા.૧ર : શહેરના માધાપર પાસે અને બજરંગવાડી જકાતનાકા પાસે ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી બે શખ્સોને વરલી ફીચરનો જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ માધાપર પાસે ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં એક શખ્સ જુગાર રમાડતો હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા અને ગોપાલભાઇ પાટીલને બાતમી મળતા માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતતા અશોક ભાણજીભાઇ પંચાસરા (ઉ.વ.૬૧) (રહે. સંતોષીનગર રેલવેના ગોડાઉન પાછળ મફતીયાપરા)ને પકડી લઇ  રૂ.ર૮૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં બજરંગવાડી જકાતનાકા પાસે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમાડતો મીલન મુકેશભાઇ નડીયાપરા (ઉ.વ.ર૪) (રહે.ગાંધીગ્રામ મારૂતી હોલપ ાસે, ગૌતમનગર શેરી નં.૪)ને પકડી લઇ રૂ.૧૭૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ. કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ખોડુભા જાડેજા, ભરતભાઇ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ, ગોપાલભાઇ બોળીયા તથા દિનેશભાઇ વહાણીયા દ્વારા કરવામાં આવી હતી.

(3:09 pm IST)