Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ટ્રાફિકને અડચણરૂપ આડેધડ વાહન પાર્ક કરનાર ૧ર ચાલકો સામે કાર્યવાહી

પોલીસ વાહન ચાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી

રાજકોટ તા.૧ર : શહેરના  અલગ અલગ વિસ્તારમાં ાજહેરમાર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ આડેધડ વાહન પાર્ક કરનારાઓ સામે કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવમાં પોલીસે ૧ર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેરમાં ટ્રાફિક સમસ્યાને દુર કરવા માટે જુદા જુદા જાહેર માર્ગો પર આડેધડ થતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી ડ્રાઇવ રાખવામાં આવી હતી. પોલીસે અલગ અલગ વિસ્તારમાં જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણ રૂપ આડેધડ વાહનો પાર્ક કરનારા ૧ર વાહન ચાલકો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(3:06 pm IST)