Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

રાત્રે આઠ વાગ્યે રાજકોટના વાતાવરણમાં પલટો : ઓચિંતો વરસાદ ચાલુ : છેલ્લી 20 મિનિટથી એકધારો વરસાદ વરસતા રસ્તાઓ ભીના: વરસાદનું જોર વધ્યું

ઓચિંતા વરસાદથી લોકોમાં અફરાતફરીનો માહોલ : વાહનચાલકોમાં પણ દોડધામ :

રાજકોટ : રાજકોટમાંઆ આજે રાત્રે આઠ વાગ્યે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ શરુ થયો છે ઓચિંતા વરસાદને કારણે લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી લોકો વરસાદથી બચવા રીતસર દોડધામ કરી હતી છેલ્લી 20 મિનિટથી એકધારો વરસાદ ચાલુ છે અને રસ્તાઓ ભીના થયા છે રાત્રે વેપારીવર્ગને ઘરે જવાના સમયે અચાનક વરસાદ વરસતા દુકાનદારો અને વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી છે

                       આ લખાઈ છે ત્યારે રાત્રે 8-30 વાગ્યે વરસાદનું જોર વધ્યું છે અને ધોધમાર વરસાદ વરસી રહયો છે અને રસ્તાઓમાં નદીઓ વહી છે

(8:33 pm IST)
  • ઝાલરાપાટન સૂર્યમંદિરની કલાકૃતિ નિહાળતા વિદેશી મુલાકાતીઓ નજરે પડે છે. access_time 4:27 pm IST

  • ઘોર કળીયુગ : ત્રણ દિવસમાં નિવૃત થવાના હતા પિતા : રહેમરાહે નોકરીની લાલચમાં પુત્રએ પતાવી દીધા : છત્તીસગઢમાં જશપુર જિલ્લામાં અનુકંપા પર નિયુક્તિની લાલચમાં એક યુવકે પોતાના પિતાની હત્યા કરી : યુવક અને તેના બે સાગરીતોને પોલીસે ઝડપી લીધા: સન્ના થાણા ક્ષેત્રમાં મહાબીર સાયની હત્યાના આરોપમાં પોલીસે તેના પુત્ર જીવન સાય અને તેના બે સહયોગીની ધરપકડ કરી :સન્નાના જંગલમાં મહાબીર સાયની લાશ મળી હતી access_time 1:11 am IST

  • જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં મુસાફર બસ અઢીસો ફૂટ નીચે ખાઈમાં ખાબકતા 16ના મોત : અકસ્માત સમયે ડ્રાઈવર મોબાઈલ પર વાત કરતો હતો access_time 10:02 pm IST