Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

રાધેશ્યામ ગૌશાળામાં ગાયોના લાભાર્થે ભાગવત કથાઃ કાલે લોકડાયરો

રાજકોટ,તા.૧૨: રાધેશ્યામ ગૌ શાળા (ગાંધીગ્રામ, રૈયાધાર, પાણીનાં ટાંકા પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રામાપીર ચોકડી પાસે) રાજકોટ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આવતીકાલે તા.૧૩ને બુધવારના રોજ રાત્રે ૯ કલાકે રાધેશ્યામ ગૌશાળાના મહંત શ્રી રાધેશ્યામબાપુ મો.૯૨૨૮૩ ૫૩૭૮૦ દ્વારા ગાયોનાં ઘાસચારાનાં લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય કલાકાર તરીકે સુરેશભાઈ ગોહેલ, મનસુખભાઈ પટેલ, પારૂલબેન વાઘેલા, મસ્તરામ વિગેરે કલાકારો ડાયરાની જમાવટ કરાવશે. તેમજ ભાગવત સપ્તાહમાં જીજ્ઞાબેન ગોંડલીયા તેમની સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે.

આ લોકડાયરામાં કાર્યક્રમને સફળ બનાવવા હિતેષભાઈ નડીયાપરા, પ્રફુલભાઈ નડીયાપરા, નંદકિશોરભાઈ વકીલ, હસુભાઈ ગોહેલ, મગનબાપા, હરીભાઈ ભટ્ટી, કુરજીભાઈ જોટાણીયા, બાબુભાઈ મુસલમાન, રમેશભાઈ પાઉં,  ભરતબાપુ ગોંડલીયા, શૈલેષભાઈ, રાજુભાઈ બોરીચા, જીતુભાઈ, મહેશભાઈ, હિતેષભાઈ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સર્વધર્મપ્રેમી જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:36 pm IST)
  • જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં મુસાફર બસ અઢીસો ફૂટ નીચે ખાઈમાં ખાબકતા 16ના મોત : અકસ્માત સમયે ડ્રાઈવર મોબાઈલ પર વાત કરતો હતો access_time 10:02 pm IST

  • જામનગરમાં પટેલ પાર્ક પાસે ફાયરિંગ: એક્સ આર્મીમેને શ્રમિક પર ફાયરિંગ કર્યું : ઘાયલ શ્રમિકને સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો: જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ફાયરિંગ કરી એક્સ આર્મીમેન ફરાર access_time 10:37 pm IST

  • બ્રિટનમાં ભારતીય મૂળના લેબર સાંસદ કીથે કરી સેવાનિવૃતીની જાહેરાત :કીથે કહ્યું મેં લિસેસ્ટર પૂર્વના 32 વર્ષો સુધી સાંસદ રહ્યાં બાદ રિટાયર્ડ થવા નિર્ણંય કર્યો છે : આ દરમિયાન મેં આઠ ચૂંટણીઓ જીતી : 1985થી શહેરમાં આવ્યા બાદ ચૂંટણીક્ષેત્રની સેવા કરવી મારા માટે ગૌરવની વાત : લિસ્સેટરના લોકોએ મારામાં વિશ્વાસ મુક્યો એ બદલ આભાર access_time 1:24 am IST