Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

૧૮ મીએ દેશભરના આહિરો રાજકોટમાં : આહિર શૌર્ય દિવસ મનાવાશે

રેજાંગલાના યુધ્ધમાં ચીનને ખદેડનાર ૧૧૪ વીર આહિર જવાનો તેમજ ધર્મ અને ગાયો માટે શહાદત વહોરનારાઓને અપાશે વિરાંજલી-શ્રધ્ધાંજલી : મીટીંગોનો ધમધમાટ શરૂ

રાજકોટ તા. ૧૨ : રેજાંગલાના યુધ્ધમાં ચીનના લશ્કર સામે જુસ્સાભેર બાથભીડી તેને ધુળ ચાટતુ કરી દેનાર ભારતના ૧૧૪ વીર આહિર જવાનોની શહાદતને યાદ કરી વિરાંજલી - શ્રધ્ધાંજલી અર્પવા આગામી તા. ૧૮ ના સોમવારે રાજકોટમાં 'આહિર શૌર્ય દિવસ' મનાવવા આયોજન કરાયુ છે.

આહિર શૌર્ય દિવસ સમિતિ ગુજરાતના નેજા હેઠળનો આ કાર્યક્રમ તા. ૧૮ ના સોમવારે બપોરે ર વાગ્યે રેસકોર્ષ મેદાન ખાતે થશે. જેમાં દેશભરમાંથી આહિરો ઉપસ્થિત રહેશે. આહિર સમાજના સાંસદો, ધારાસભ્યો અને સમાજ શ્રેષ્ઠીઓને નિમંત્રણો પાઠવવામાં આવ્યા છે.

જય યાદવ જય માધવનો નારો ગુંજતો કરી હાલ જોરશોરથી તૈયારીઓ આદરવામાં આવી છે. મીટીંગોનો ધમધમાટ શરૂ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે ૧૯૬૨ ના રેજાંગલા પર ચીન સામેની લડાઇમાં ભારતના ૧૨૪ સૈનિકોએ મોરચો સંભાળ્યો હતો. સામે ચીનના ૩ હજાર સૈનિકો હતા. છતાય આ દેશના શુરવીરોએ શુરવીરતા બતાવી તેમને મહાત કર્યા હતા. આ લડાઇમાં ૧૧૪ સૈનિકો આહિર હતા. તેઓની શુરવીરતાને નમન કરવા વંદન કરવા આહિર શૌર્ય દિવસ મનાવવા આયોજન કરાયુ છે.

ઉપરાંત ધર્મ અને ગાયોની રક્ષા માટે બલિદાન આપનાર આહિર સમાજના સર્વશ્રી પૂ. રામબાઇમાં (વવાણીયા), અમરમાં (પરબધામ), દેવાયતઆપા બોદર, રાધાબાપા ભમ્મર, સાદુરબાપા ભમ્મર, ભોજાબાપા મકવાણા, વિહા આપા ડેર, ખીમરો-લોડણ, ભૂવડબાપા ચાવડા, રામબાપા ડાંગર સહીતનાઓને યાદ કરી  તેમને પણ વંદન કરાશે.

૧૮ મીએ રાજકોટ ઉમટી પડવા જામનગર, દ્વારકા, કચ્છ, જુનાગઢ, મોરબી, અમરેલી, ભાવનગર, પોરબંદર સહિતના આહિર સમાજના આગેવાનો સાથે મીટીંગો કરી નિમંત્રણો પાઠવવામાં આવ્યા છે.

રાજકોટમાં પણ તૈયારી અર્થે મીટીંગોનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આહિર સમાજના મોભીઓ સર્વશ્રી લાભુભાઇ ખીમાણીયા, ભાનુભાઇ મેતા, અર્જુનભાઇ ખાટરીયા, કિરીટભાઇ હુંબલ, બાબુભાઇ આહિર, ધરમભાઇ કાંબલીયા, નિલેષભાઇ મારૂ, રામભાઇ હેરભા, પ્રભાતભાઇ ડાંગર, સુરેશભાઇ ગરૈયા, દેવદાનભાઇ જારીયા, વિક્રમભાઇ હુંબલ, રતિભાઇ ખુંગલા, વરજાંગભાઇ હુંબલ, જે. ડી. ડાંગર, મુકેશભાઇ ચાવડા, કાથડભાઇ ડાંગર, ભુપતભાઇ સેગલીયા, રાજુભાઇ ડાંગર, મનુભાઇ લાવડીયા, રાવતભાઇ ડાંગર, જે. ડી. જાદવ, રોહીતભાઇ ચાવડા, વિક્રમભાઇ ખીમાણીયા, બલીભાઇ ડાંગર, વજુભાઇ મારૂ, વનરાજભાઇ ગરૈયા, સંજયભાઇ બોરીચા, જગદીશભાઇ બોરીચા સહીતના આગેવાનો માર્ગદર્શન આપી રહ્યા છે.

સમગ્ર મીટીંગને સફળ બનાવવા આહિર સમાજના યુવા અગ્રણી ઘનશ્યામભાઇ હેરભા, પ્રદીપભાઇ ડવ, શૈલેષભાઇ ડાંગર, દિલીપભાઇ બોરીચા, પ્રવિણભાઇ સેગલીયા, અર્જુનભાઇ ડવ, હિરેનભાઇ ખીમાણીયા, હેમંતભાઇ લોખીલ, ખોડુભાઇ સેગલીયા, વિક્રમભાઇ બોરીચા, લાલભાઇ હુંબલ, કરશનભાઇ મેતા, જેઠુભાઇ ગુજારીયા, ચંદુભાઇ મિયાત્રા, વિમલભાઇ ડાંગર, પ્રવિણભાઇ મૈયડ સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:34 pm IST)