Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ગુંજનવાટીકા સોસાયટીમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભઃ મનસુખભાઇના પ્રયાસો સફળ

રાજકોટ : વોર્ડ નં.૧૦ ના પુષ્કરધામરોડ ઉપરની ગુંજનવાટીકા સોસાયટીમાં કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી પેવિંગબ્લોકનું કામ મંજુર થતા સ્થાનિક મહિલાઓ મીનાબેન દોશી,બીનાબેન સવસાણી તથા વડીલશ્રી બીપીનભાઇ વસાવડા,જયેશભાઇ પનારા તથા વસંતભાઇ વેકરીયાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો સર્વશ્રી પ્રમોદભાઇ કણસાગરા,મહેશભાઇ ગાંધી,ઘનશ્યામભાઇ ગોલ,રાજેશભાઇ પનારા,રણછોડભાઇ બદીયાણી,મહેશભાઇ ભોરણીયા,પ્રવિણભાઇ સવસાણી,રાજેશભાઇ પંડ્યા,પ્રવિણભાઇ આદ્રોજા,મહેશભાઇ બારૈયા,જીતેન્દ્રભાઇ પનારા,દર્શીત ગાંધી, વિશાલ પનારા, નયનભાઇ વોરા, અંકિતભાઇ, હાર્દીકભાઇ, સંજયભાઇ,ધર્મેશભાઇ, ચેતનાબેન પુજારા, ગીતાબેન પંડ્યા,જસુબેન આદ્રોજા, કુંજલબેન ઉનડકટ,મધુબેન ગાંધી, કિર્તિબેન ભોરણીયા, સાવિત્રીબેન કણસાગરા,જયશ્રીબેન હથવાડીયા, દિવ્યાબેન ગોલ, વિજયાબેન પનારા,મિતલબેન વસાવડા, મધુબેન પનારા, કૃતિબેન વસાવડા વગેરે ઉપસ્થિત હતા.

(3:31 pm IST)