Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

રાજકોટ યાર્ડમાં મગફળીની અડધા લાખ ગુણીની આવકઃ ઉભા વાહનોમાં જ હરરાજી કરવી પડી

કપાસ અને મગફળીની પુષ્કળ આવકોથી યાર્ડમાં શેડમાં જગ્યા ટૂંકી પડી

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ માર્કેડયાર્ડમાં ગઈકાલે કપાસની પુષ્કળ આવક થયા બાદ આજે મગફળીની પુષ્કળ આવક થતા યાર્ડના સત્તાધીશોએ ઉભા વાહનોમાં જ મગફળીની હરરાજી કરવી પડી હતી.

રાજકોટ યાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરતા જ અડધા લાખ ગુણીની આવક થઈ હતી. મગફળી ઝીણી એક મણના ભાવ ૧૦૨૦થી ૧૦૩૦ રૂ. અને મગફળી મોટીના ભાવ ૯૨૦થી ૯૩૦ તેમજ એવરેજ ભાવ ૮૦૦થી ૯૫૦ રહ્યા હતા. અગાઉ મગફળીની પુષ્કળ આવક થતા આવકો બંધ કરાઈ હતી. આજે ફરી આવક શરૂ કરાતા મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગતા ઉભા વાહનોમાં જ હરરાજી કરાઈ હતી.

 ગઈકાલે કપાસની પણ વિક્રમજનક આવક થતા ઉભા વાહનોમાં હરરાજી કરવી પડી હતી. તેવી જ રીતે આજે મગફળીમાં પણ તે જ સ્થિતિ સર્જાય હતી. ચાલુ વર્ષે સારા વરસાદને કારણે કપાસ અને મગફળીની પુષ્કળ આવકો થતા યાર્ડમાં શેડની જગ્યા પણ ટૂંકી પડી રહી છે.

(3:45 pm IST)