Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

બે વર્ષથી વધુ સમયથી બંધ વીમા પોલીસી રિવાઇવલ કરવાની તક

રાજકોટ,તા.૧૨: એલઆઇસી તેના તમામ પોસિલીધારકોને તેમની બંધ પેડલી પોલિસીઓને રિવાઇવ (પુનજીવિત) કરવા માટે એક ઉત્તમ તક લાવી છે. જે પોલિસીઓ બે વર્ષથછ વધુ સમયથી બંધ હોય અને અગાઉ તેને રિવાઇવ (પુનજીવિત) કરવાની મંજૂરી ન હતી તક લાવી છે. હતી તે પોલિસીઓ પણ હવે રિવાઈવ (પુનર્જીવિત) થઈ શકે છે.

૧ જાન્‍યુઆરી, ર૦૧૪ થી અમલમાં આવેલા આઇઆરડીએ પ્રોડકટ રેગ્‍યુલેશન ૨૦૧૩ પછી, રિવાઈવલના સમયગાળાને પ્રથમ ન ભરેલ પ્રીમિયમની તારીખથી બે વર્ષ સુધી મર્યાદિત કરવામાં આવ્‍યો હતો. પહેલી જાન્‍યુઆરી, ૨૦૧૪ પછી લેવામાં આવેલી તમામ પોલિસીઓમાં જો બે વર્ષથી વધુ સમયગાળા માટે પ્રીમિયમની ચુકવણી ન કરાયેલ હોય તો તેને રિવાઈવ (પુનર્જીવિત) કરવાની જોગવાઈ ના હતી .

એલઆઇસીના મેનેજીંગ ડાઇરેક્‍ટર વિપિન આનંદે જણાવ્‍યુ હતું કે ‘જીવન વીમો ખરીદવો એ વ્‍યક્‍તિના જીવનમાં લેવાયેલ સૌથી સમજદાર નિર્ણય છે. દુર્ભાગ્‍યે, ક્‍યારેક એવા સંજોગો આવે છે કે કોઈ વ્‍યક્‍તિ પ્રીમિયમની ચૂકવણી ન કરી શકે અને પોલિસી બંધ થઈ જાય. જૂની પોલિસીને બંધ કરી અને વીમારક્ષણ માટે નવી પોલિસી ખરીદવાને બદલે હંમેશાં જૂની પોલિસીને રિવાઈવ (પુનર્જીવિત) કરવામાં વધુ લાભ મળે છે. અમે અમારા દરેક પોલિસીધારકોને મહત્‍વ આપીએ છીએ અને અમારી સાથે તેમના જીવન વીમા કવરને ચાલુ રાખવાની તેમની ઇચ્‍છાને સન્‍માન આપીએ છીએ.

(11:37 am IST)