Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

કોંગ્રેસ સરકારે રામ મંદિર નિર્માણમાં કાયમ અવરોધ ઉભા કર્યા, ભાજપ સરકારે રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો બનાવ્યો

રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટનાં બંધારણીય નિયમો આધારિત અદ્દભૂત-ઐતિહાસિક ચૂકાદાને આવકાર અને શાંતિ-સદભાવના-સૌહાર્દ જાળવી રાખવા માટ તમામ-સૌકોઈ ને આભાર - અભિનંદનઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ તા.૧૧, રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ મામલે સુપ્રીમ કોર્ટનાં ચૂકાદાને આવકારતા અને શાંતિ-સદભાવના જાળવી રાખવાની અપીલ કરતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનાં ચૂકાદાને સૌએ શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે સ્વીકારવો જોઈએ અને સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયપૂર્ણ ચૂકાદા સાથે કરોડો ભારતીયોની ભાવનાનું સન્માન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ મામલે આપેલો ચૂકાદો દેશની એકતા અને અખંડતાને વધુ મજબૂત બનાવશે. ભારતની ન્યાયપાલિકાના ઈતિહાસમાં આ કેસનો ચૂકાદો સ્વર્ણિમ અધ્યાય સમાન છે. સર્વ સંમતિથી સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદામાં ખુદ સુપ્રીમ કોર્ટે કેન્દ્રની ભાજપ સરકારને રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવી મંદિર બનાવવાનું કહ્યું છે. રામ મંદિર નિર્માણ મુદ્દે કરોડો હિંદુઓની ઈચ્છા-આસ્થા હતી કે, ભાજપ સરકાર રામ મંદિરનું નિર્માણ કરશે. કરોડો ભારતીયો અને ભાજપ સમર્થકો માટે આથી વિશેષ આનંદની વાત બીજી શું હોય શકે કે સુપ્રીમ કોર્ટે રામ નિર્માણનું કાર્ય કેન્દ્રની ભાજપ સરકારને સોંપ્યું છે.

 રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે કલમ ૩૭૦, તીન તલાક, એર સ્ટ્રાઈક અને હવે રામ મંદિર જેવા સંવેદનશીલ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની આગેવાનીમાં ભાજપ સરકારનું વલણ વખાણવાલાયક રહ્યું છે. જો રામ મંદિરની વાત કરવામાં આવે તો કેટલાંક વિશ્લેષકોનું તો ત્યાં સુધી કહેવું હતું કે ભાજપ રામ મંદિર મુદ્દાને કદી ખતમ કરવા જ નથી માંગતો પરંતુ રામ મંદિરનો આ નિર્ણય મોદી સરકાર પહેલાની કોંગ્રેસી સરકારનાં કાર્યકાળમાં આવી શકયો હોત, જો કોંગ્રેસ સહિતનાં વિરોધી પક્ષો રામ મંદિર મુદ્દે આડા ચાલ્યા ન હોતા તો. હવે જે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો છે તે ચૂકાદાનું શ્રેય વડાપ્રધાન શ્રી  નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને ફાળે જાય છે. અલબત્ત્। એએસઆઈનાં ખોદકામનાં પુરાવા પર સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરની તરફેણમાં જે નિર્ણય આવ્યો છે તે ખોદકામ શરૂ કરવામાં તત્કાલીન અટલબિહારી બાજપાઈ સરકાર નો પણ ફાળો છે. ભાજપનાં દ્યણા નેતાઓની સાથે મુખ્યત્વે શ્રી લાલકૃષ્ણ અડવાણી, શ્રી મુરલીમનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, વેદાંતીજી મહારાજ જેવા લોકો હજી પણ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો સામનો કરી રહ્યાં છે.વીએચપી ના વરીષ્ઠો શ્રી અશોક સિંદ્યલજી, આચાર્ય ગિરિરાજ કિશોર, રામચંદ્ર પરમહંસ સાધ્વી ઋતુમભરાજી સહિત અનેક નામી અનામી પરિવાર ક્ષેત્રના અગ્રણીઓ તથા ભાજપ કાર્યકર્તાઓ આ તમામ લોકોનાં પ્રયત્નો રામ મંદિર નિર્માણમાં પાયાનાં પથ્થર સમાન રહ્યાં છે. ધર્મશાસ્ત્રો ના નિષ્ણાત મૂલ્યનિષ્ઠ વરીષ્ઠોતમ વકીલ શ્રી પરાશરણજી પણ અથાગ પરિશ્રમ અને સુપ્રીમ કોર્ટમાં  શ્રેષ્ઠ રજુઆત માટે ખુબ ખુબ અભિનંદન ને પાત્ર છે. સુપ્રીમ કોર્ટ ના પાંચ જજો ને પણ આ અદભુત ઐતિહાસિક સંપૂર્ણ રીતે ન્યાયપૂર્ણ મહાન ચૂકાદા માટે ખુબ ખુબ અભિનંદન આપીએ તેટલા ઓચ્છા છે.

 કોંગ્રેસે શ્રી રામ કાલ્પનિક વ્યકિત છે તેવું એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવેલું હતું તે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોધ્યામાં જ રામ જન્મભૂમિ છે. આમ પ્રજા લને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરનાર તમામ લોકો ની માનસિકતાને લપડાક મારી સુપ્રીમ કોર્ટમાં સત્યની તરફેણમાં ચૂકાદો આવ્યો છે. ૨૦૧૪માં કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને યુપીમાં યોગીજીની સરકાર આવ્યા બાદ અયોધ્યા અને રામ જન્મભૂમિને તેની ખરી દિવ્યતા-ભવ્યતા પ્રાપ્ત થઈ રહી છે. ટૂંકસમયમાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટનું નિર્માણ થઈ ભારતનું સૌથી ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે એવું અંતમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું. 

(3:35 pm IST)