Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

જાગનાથ મંદિર ચોકમાં જલારામ જયંતિ ઉજવાશે

રઘુવંશી પરિવાર દ્વારા મહાપ્રસાદઃ બાળકો દ્વારા રોટલા- માખણની પ્રસાદી વિતરણ

રાજકોટ,તા.૧૨: રઘુવંશી પરિવાર દ્વારા તા.૧૪ના બુધવારે જાગનાથ મંદિર ચોક ખાતે જલારામ જયંતિની ભવ્‍યરીતે ઉજવણી થશે.

મહાપ્રસાદનું જાગનાથ મંદિર ચોક ખાતે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે.

રઘુવંશી પરિવાર દ્વારા સતત આ ચોથા વર્ષે આયોજીત જલારામ જયંતિ મહોત્‍સવમાં મહાપ્રસાદમાં ખીચડી- કઢી- શાક- ગાઠીયા- ગુંદી-સંભારોનો મહાપ્રસાદ ભાવિકો ગ્રહણ કરશે.

જલારામ બાપાની મહાઆરતી સાંજે ૭:૩૦ કલાકે શહેરના શ્રેષ્‍ટીઓ દ્વારા આરતી કરવામાં આવશે અને જલારામ બાપાની ઝુપડી બનાવી બાળક જલારામ દ્વારા રોટલો અને માખણની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત જાગનાથ મંદિર ચોકમાં કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે. વધારે માહીતી માટે રઘુવંશી પરિવાર કાર્યાલય મનોજ કટપીસની બાજુમાં જાગનાથ મંદિર ચોક ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ (મો.૯૮૨૪૪ ૦૦૦૩૦) ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:54 pm IST)