Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

બેડીનાકા- દરબારગઢના ભાવિકો માટે બુધવારે ૧૦૮ અન્નકોટ દર્શન- મહાઆરતી- મહાપ્રસાદ

બેડીનાકા જલારામબાપા પ્રાગટય મહોત્સવ સમિતિ દ્વારા પાંચમાં વર્ષે આયોજન

રાજકોટ,તા.૧૨: બેડીનાકા તથા દરબાર ગઢ વિસ્તારના ધર્મપ્રેમી પરિવાર દ્વારા પાંચમી વખત જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતિનું તથા મહાપ્રસાદનું આયોજન કરેલ છે. જલારામ ભકતો બુંદી ગાંઠીયા, કઢી- ખીચડી, રોટલા, બટેટાનું શાક, સંભારાનો પ્રસાદ માણશે.

આ પ્રસંગે ૧૦૮ અન્નકોટ દર્શન તથા મહા આરતીનું આયોજન સાંજના ૭ કલાકે કરેલ છે. દરેક જલારામ બાપાના ભકતોને લાભ લેવા રઘુવંશી પરિવાર દ્વારા નિમંત્રણ અપાયું છે.

તા.૧૪ને બુધવાર, સાંજે ૭:૩૦ થી ૧૦ કલાકે, સ્થળઃ વરીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, બેડીનાકા ટાવર પાસે, જીઈબીની ઓફીસની બાજુમાં

આયોજનને સફળ બનાવવા બેડીનાકા જલારામ બાપા પ્રાગટ્ય મહોત્સવ સમિતીના સર્વેશ્રી વિજયભાઈ કાબાણી મો.૯૮૯૮૮ ૪૮૩૨૧, પંકજભાઈ રાડીયા મો.૯૯૭૮૯ ૩૬૩૬૧, જીજ્ઞેશ રાચ્છ (કાનો) મો.૮૩૪૭૭ ૮૮૦૮૮, અમિત જે.કોટક મો.૯૩૭૪૧ ૦૧૯૦૦, હિતેષભાઈ કક્કડ મો.૯૩૨૭૯ ૯૮૫૭૦, દેવાંગભાઈ ગોટેચા મો.૯૬૩૮૪ ૫૯૩૮૦, હેતલભાઈ કેશરીયા (પપ્પુભાઈ) મો.૮૦૦૦૬ ૨૯૭૨૪, સંજયભાઈ પોપટ મો.૯૯૯૮૨ ૨૬૭૮૦, ચિરાગ કેશરીયા મો.૮૫૧૧૭ ૪૦૦૦૩ અને અંકિત પોપટ મો.૯૮૭૯૪ ૩૯૧૩૯ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:19 pm IST)