Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો રવી ઉર્ફે ચકો પકડાયો

રાજકોટ તા. ૧ર : મવડી રોડ પર ચાર માસ પહેલા મોબાઇલની દુકાનમાં થયેલી ચોરીના ગુનામાં ફરાર દેવીપુજક શખ્સને ભકિતનગર પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. વિજેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, યશપાલસિંહ ઝાલા તથા અક્ષય રાજસિંહ રાણા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ.વિજેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે લોહાનગરનો રવી ઉર્ફેચકો રાજુભાઇ તરેટીયા (ઉ.ર૩) (દેવીપુજક)ને ઢેબર રોડ પર નાગરીક બેંક ચોક પાસેથી પકડી લીધો હતો. પકડાયેલ રવી ઉર્ફે ચકો ચાર માસ પહેલા મવડી રોડ પર મોબાઇની દુકાનમાં થયેલી ચોરીમાં સામેલ હતો. જે તે વખતેએક શખ્સને માલવીયાનગર પોલીસે પકડી લીધો હતો રવી ઉર્ફે ચકો ફરાર થઇ ગયો હતો. અને ગઇકાલે તે લોહાનગરમાં તેની બહેનના ઘરે આવ્યો હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે ઝડપી લીધો હતો.

(2:16 pm IST)