Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

યુવા મોરચાના પ્રમુખ તરીકે કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા અને હેમાંગ પીપળીયાની નિયુકિત

રાજકોટઃ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજીના નેતૃત્વમાં ગુજરાતભરમાં સંગઠન સંરચનાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પ્રદેશ ભાજપની યોજના અનુસાર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલજી, પ્રદેશ મહામંત્રી તથા સોરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ વિનોદભાઈ ચાવડાની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેમજ પ્રદેશ યુવામોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ તથા રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર સાથે સંકલન કરી રાજકોટ મહાનગર યુવા મોરચાના પ્રમુખ તરીકે કિશન ટીલવા અને મહામંત્રી તરીકે કુલદીપસિંહ જાડેજા અને હેમાંગ પીપળીયાની નિયુકિત કરી છે.

 આ તકે શહેર યુવા ભાજપના નવનિયુકત હોદેદારોને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારીઅંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, પૃથ્વીસિહ વાળા, હીરેન રાવલ સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

(4:10 pm IST)