Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

દારૂના ગુનામાં નાસતો ફરતો સીકંદર ઉર્ફે સીકલો ઝડપાયો

બી ડીવીઝન પોલીસે દબોચ્યો સીકંદર હત્યા, હત્યાનો પ્રયાસ, રાયોટ અન મારામારી સહિતના ગુનામાં પણ સામેલ

રાજકોટ,તા. ૧૨: સામાકાંઠા વિસ્તારમાં વિદેશી દારૂના ગુનામાં ઘણા સમયથી ફરાર શખ્સને બી ડીવીઝન પોલીસે ભગવતીપરા મીયાણાવાસ ચોકમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એમ.જાડેજા, તથા એ.એસ.આઇ એસ.એમ.માડમ, હેડકોન્સ. કે.કે.નિકોલા, પી.ડી.ખાંભરા, હેમેન્દ્રભાઇ, દીલીપભાઇ, મિતેશભાઇ, ચાંપરાજભાઇ , મહેશભાઇ, દિવ્યરાજસિંહ તથા કિશનભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેમેન્દ્રભાઇ, મહેશભાઇ તથા મિતેશભાઇને બાતમી મળતા સિંકદર ઉર્ફે સીકલો મહેબુબભાઇ મીર (ઉવ.૩૫) (રહે. રૈયાગામ મફતીયાપરા) ને પકડી લીધો હતો. સિકંદર ઉર્ફે સિકલો વિદેશી દારૂના ગુનામાં ઘણા સમયથી ફરાર હતો તે અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ, રાયોટ અને મારામારીના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(3:30 pm IST)