Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સોનલ ગરબો શિરે... અંબે માઁ ચાલો ધીરે ધીરે

આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવરાત્રીની ખૂબ ધૂમધામથી ઉજવણી થઇ રહી છે. કોરોનાનું સંક્રમણ ઘટતા આ વર્ષે શેરી ગરબાને મંજૂરી મળી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાચીન ગરબી મંડળ દ્વારા આસો નવરાત્રી મહાપર્વની ખૂબ દિવ્ય-ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. શ્રી ગુરૂપ્રસાદ ગરબી મંડળ - શહેરના ગુરૂપ્રસાદ ચોક દોશી હોસ્પિટલ પાસે છેલ્લા ૪૦ વર્ષથી આસો નવરાત્રીનું ભવ્ય આયોજન થાય છે. આ વર્ષે ગરબી મંડળની ૬૦ બાળાઓ દાંડીયા રાસ, તલવાર રાસ, સાત બહેનોનો રાસ સહિત અનેક પ્રાચીન ગરબાની રમઝટ બોલાવે છે. ગરબી મંડળના આયોજનની સફળતા માટે સંજયભાઇ ગમારા, અશ્વિનભાઇ જળુ, મહાવીરસિંહ જાડેજા, જીવાભાઇ ગમારા, મેહુલભાઇ, ટીનુભા ઝાલા, હમીરભાઇ મીર, મુન્નાભાઇ જાડેજા સહિતના સેવા આપે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:25 pm IST)