Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

થોરાળામાં કોરોનાનો કેસ

સમગ્ર વિસ્તારમાં મેડીકલ સર્વેલન્સ - દવા છંટકાવ : ૬૬ વર્ષનાં દર્દી પંજાબથી આવ્યા છે : આજે બપોરે ૧૨ સુધીમાં કોઇ નવો કેસ નથી

રાજકોટ તા. ૧૨ :  શહેરમાં ગઇકાલ સાંજે કોરોનાના એક નવો કેસ નોંધાતા મ.ન.પા.નું તંત્ર ઉંધામાથે થઇ ગયું છે.

આ બાબતે આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેર કર્યા મુજબ શહેરના થોરાળામાં ગઇકાલે સાંજે કોરોનાથી સંક્રમિત થયેલા વ્યકિત મળી આવ્યા હતા.

પંજબથી ફરીને આવેલ ૬૬વર્ષના વડીલને કોરોના થવાનું ખુલતા તેઓને હોમ આઇસોલેશનમાં રખાયા છે. (તેઓએ રસીના બંને ડોઝ લીધા છે)

આમ લગભગ ૧૫ દિવસમાં  કોરોનાના ૪ નવા કેસ આવતા આરોગ્ય તંત્ર ઉંધા માથે થઇ ગયું છે. તાત્કાલિક આ  વિસ્તારમાં મેડીકલ સર્વે શરૂ કરી દીધો છે. દવા છંટકાવની કામગીરી પણ શરૂ કરી છે અને તહેવારોમાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જો આ વિસ્તારમાં વધુ કેસ જોવા મળે તો આ વિસ્તારોમાં કન્ટેન્ટમેન્ટ ઝોન પણ જાહેર કરવાની તૈયારીઓ કરી લીધી છે.  જો કે આજે બપોરે ૧૨ સુધીમાં કોરોનાનો કોઇ નવો દર્દી નથી નોંધાયો જેથી થોડી રાહત છે. હાલ ૪ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:11 pm IST)