Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

દરેક બાળકની તૃષ્ણા સંતોષવી તે સમાજની ફરજ બની રહે છેઃ વિજયભાઇ

કોઇપણ કાર્યમાં સારો ભાવ, શ્રધ્ધા રાખો સફળતા જરૂર મળશેઃ નેહા મહેતા સ્વ. પુજીતના જન્મદિન નિમિતે કચરો વિણતા બાળકો માટે બાળસંગમ કાર્યક્રમ

રાજકોટઃ શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ શહેરનાં ગરીબ બાળકો અને બહેનોનાં ઉત્થાન માટે છેલ્લા ૨૭ વર્ષથી વિવિધ સેવાકીય પ્રકલ્પો ચલાવે છે. જે અંતર્ગત દર વર્ષે સ્વ. પુજીતનાં જન્મદિન-(૮, ઓકટોબર) નિમિતે શહેરનાં ચોમેર દિશામાં વસતા ઝુંપડપટ્ટી વિસ્તારનાં કચરો વીણતા બાળકો ૧ દિવસ માટે પણ ખરા અર્થનું બાળપણ માણી શકે, બાળપણ કેવું હોય તેનો અહેસાસ કરી શકે અને એક સામાન્ય બાળકની માફક ભરપૂર આનંદ કિલ્લોલ માણી શકે તેવા શુભ હેતુસર 'બાળસંગમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ં

 આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને ટ્રસ્ટનાં ચેરમેન શ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે શ્રીમતી નેહાબેન મહેતા (તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ- 'અંજલીભાભી' તથા ખ્યાતનામ ટીવી આર્ટિસ્ટ) ઉપરાંત જાણીતા પત્રકાર, લેખક, ક્રિએટિવ પ્રોડ્યૂસર તથા એડવાઇઝર શ્રી આશુભાઈ પટેલ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાલાભાઈ સાગઠિયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિર્ટિનાં વાઇસ ચાન્સેલર શ્રી નીતિનકુમાર પેથાણી, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન શ્રી અતુલભાઈ પંડિત, ડી. કે. સખીયા, ફનવર્લ્ડનાં મેનેજિંગ ડાયરેકટર હિતેન્દ્રસિંહ જાડેજા, ફનવર્લ્ડનાં મેનેજર શ્રી પ્રદીપસિંહ ઝાલા ઉપરાંત મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ રૂપાણી, ટ્રસ્ટી શ્રીમતી અંજલિબેન રૂપાણી તથા શ્રી મહેશભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

 અધ્યક્ષ સ્થાનેથી બોલતા શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે સમાજનું કોઈપણ બાળક ભૂખ્યું, તરસ્યું કે નિરાશ હશે તો તેનું બાળપણ અંધકારમય બની રહેશે. બાળક એ આ દેશનું ભવિષ્ય છે. બાળકની તૃષ્ણા સંતોષાશે નહી તો દેશના ઉજ્જવળ ભવિષ્યને નુકશાન થશે માટે સમાજનાં દરેક બાળકની તૃષ્ણા સંતોષવી તે સમાજની ફરજ બની રહે છે. વિશેષમાં જણાવેલ કે મે એક 'પુજીત' ગુમાવી અનેક પુજીત મેળવ્યા છે. અહી ઉપસ્થિત તમામ બાળકમાં મને પુજીતનાં દર્શન થાય છે. અલ્પ સમય માટે આવેલ પુજીત ફરિસ્તાની માફક સેકડો બાળકોનો ઉધ્ધાર કરવામાં નિમિત બન્યો છે. તેનો મને આનંદ છે તેમ કહી કાર્યક્રમમાં  સહભાગી થયેલ તમામનો આભાર વ્યકત કર્યો હતો.

ટીવી આર્ટિસ્ટ નેહાબેન મહેતાએ આનંદ વ્યકત કરતાં જણાંવ્યું કે રૂપાણી દંપતી અને તેમના પરિવાર છેવાડાના માનવીનો વિચાર કરીને જે સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે તે ખૂબ પ્રશંસનિય છે કોઈપણ કાર્યમાં સારો ભાવ, શ્રધ્ધા અને વિશ્વાસ રાખી કાર્ય કરવામાં આવે તો કોઈપણ કપરા કાર્યમાં અવશ્ય સફળતા મળે છે. નેહાબેન મહેતાએ પોતાની મોહક અદાથી બાળકોને સાથે રાખી, દેશભકિત ગીત, આઓ બચ્ચો તુમ્હે દિખાઉ ઝાંખી હિન્દુસ્તાન કિ ઇસ મિટ્ટીસે તિલક કરો યે ધરતી હે બલિદાન કી વંદેમાતરમ, વંદેમાતરમ ગીત ગાઈ, કાર્યક્રમનું સ્વરૂપ જોઈ ખૂબ આનંદ વ્યકત કર્યો હતો.

કાર્યક્રમમાં અતિથિ તરીકે પધારેલ જાણીતા પત્રકાર, લેખક, ક્રિએટિવ પ્રોડ્યૂસર તથા એડવાઇઝર શ્રી આશુભાઈ પટેલે   જણાવેલ કે કચરો વીણતા બાળકોના ચહેરા ઉપર આટલો આનંદ અને ઉત્સાહ જોઈને મને એમ લાગે છે કે ખરેખર સુખનો પાસવર્ડ શું હોય શકે ? તે બાળકોનાં ચહેરા પર દેખાય છે પુજીત ટ્રસ્ટ આ કાર્ય છેલ્લા ૩૦ વર્ષથી અવિરતપણે આ રીતે બાળકોને આનંદ પુલકિત કરે છે. આ અંગે મને એ એક લેખ લખવાની પ્રેરણા મળેલ છે તેમ કહી ટ્રસ્ટની પ્રવૃતિઓને બિરદાવી હતી.

 ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મેહુલભાઈ રૂપાણીએ  જુદા જુદા ૧૨ જેટલા સેવાકીય પ્રોજેકટો અંગેની માહિતી આપી સ્વાગત પ્રવચન કરેલ. આ તકે ડાયસ ઉપરનાં મહેમાનોનું ટ્રસ્ટનાં કાર્યકર્તાઓ સર્વ શ્રી વિક્રમભાઈ પાઠક, પ્રફુલભાઈ સંઘાણી, સરોજબેન આચાર્ય, ગીતાબેન તન્ના, જયસુખભાઈ ડાભી, નિરદભાઈ ભટ્ટ, રાજુભાઇ શેઠ, જિજ્ઞેશશાઈ રત્નોતર, રમેશભાઈ જોટાંગીયા, મહેશભાઇ પરમાર, કે. બી. ગજેરા તથા હરેશભાઈ ચાંચિયા, પ્રવીણભાઈ ખોખર, કિશોરભાઇ ગમારા, કિરીટભાઈ પરમાર, દેવજીભાઈ વાઘેલા, દિલીપભાઇ મીરાણી, કેતનભાઈ મેસવાણી, એન. જી. પરમાર, ઉમેશભાઈ કુંડલીયા તથા અનુપભાઈ રાવલ અને વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવેલ.

 આભાર વિધિ ટ્રસ્ટના શ્રી મુકેશભાઇ મહેતાએ કરી હતી જ્યારે સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શ્રી હસુભાઈ ગણાત્રાએ કર્યું હતું.

 શુભેચ્છા સમારોહ બાદ મનન ચાવડા અને, ભાર્ગવ મહેતાની ટીમે સારી ઈવેન્ટ, જીમનેશયમ ટાઇપ સ્ટંટ ડાંસ કરી બાળકો અને મહેમાનોનાં મન મોહી લીધા હતા.  લલીત પ્રજાપતિ (જુનિયર નરેશ કનોડિયા) ગુજરાતી ગીત ફિલ્મ કલાકારની અદામાં રજૂ કરી વાહ વાહ મેળવી  હતી.

 આ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી શ્રીમતી અંજલિબેન રૂપાણી, શ્રી મહેશભાઇ ભટ્ટ, શ્રી ડો. મેહુલભાઈ રૂપાણી અને શ્રી અમીનેશભાઈ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓ શ્રી વિક્રમભાઈ પાઠક, પ્રફુલભાઈ સંઘાણી, જયપ્રકાશભાઈ આચાર્ય, સરોજબેન આચાર્ય, ગીતાબેનતન્ના, જયસુખભાઈ ડાભી, રાજુભાઇ શેઠ, કે. બી. ગજેરા, રમેશભાઈ જોટંગિયા, મહેશભાઇ પરમાર, દેવજીભાઈ વાઘેલા, કિરીટભાઈ પરમાર, હરેશભાઈ ચાંચિયા, ગૌતમભાઈ ચાંચિયા, કિશોરભાઇ ગમારા, દિલીપભાઇ મીરાણી, કેતનભાઈ મેસવાણિ, એન. જી. પરમાર, ઉમેશભાઈ કુંડલીયા, નરેન્દ્રભાઇ વાઘેલા, મોહિતભાઈ કાટોળિયા, જગદીશભાઇ પંડયા, છગનભાઇ ચૌહાણ, વિલાસગીરી ગોસ્વામી, હર્ષદભાઈ પરમાર, જયેશભાઈ ભટ્ટ, મિતસુબેન વ્યાસ, જયેશભાઈ ઉપાધ્યાય,ડો. જૈમિન ઉપાધ્યાય, ડો. નયનભાઈ શાહ, બીપીનભાઈ વસા, ગીતાબેન વસા, અનિલભાઈ ટોળિયા, કનુભાઈ હિંડોચા, ઇવ મહેતા, અંબેશભાઈ દવે, રમેશભાઈ ભારદ્વાજ, દિવ્યેશભાઈ અઘેરા તથા વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડિનેટર્સ શ્રી નિરદભાઈ ભટ્ટ, શ્રી જિજ્ઞેશભાઈ રત્નોતર, સર્વ કર્મચારીઓ શ્રી શિતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, મંજુલાબેન ભલાલા, ધાનીબેન મકવાણા, વર્ષાબેન મકવાણા, દીપકભાઈ જોશી, દેવજીભાઈ પરમાર, અનુપભાઈ રાવલ, પ્રવીણભાઈ ખોખર, કેતનભાઈ ઠાકોર, પારસભાઈ બાખડા, સુરભિબેન અગ્રાવત, ભગવતીબેન કુંધિયા, અસ્મિતાબેન નારિયાણી, સાગરભાઈ પાટિલ, જાનકીબેન રામાણી, કાંતિભાઈ નિરંજની, વજીબેન સોલંકી, સકીનાબેન અજમેરી સાથે મયૂરભાઈ અમલાણી, અલ્પેશભાઈ શિયાર, રાજભાઈ ચાવડા, ભાવેશભાઈ ડાંગર વગેરે સર્વએ જહેમત ઊઠવેલ.

(11:38 am IST)