Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

તન બિમાર પડે તો હોસ્પિટલ છે અને મન બિમાર પડે તો ભાગવત શાસ્ત્ર તેની હોસ્પિટલ છે : શાસ્ત્રી

ભાવેશભાઇ પંડયા : જોડિયામાં ખખ્ખર પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો વિરામ

રાજકોટ તા. ૧૨ : રાજકોટના જાણીતા રઘુવંશી અગ્રણી અને સર્જન ડો.હર્ષદભાઇ  પ્રેમલાલભાઇ ખખ્ખર પરીવાર દ્વારા ગો.વા.નયનાબેન હર્ષદભાઇ ખખ્ખર તથા સર્વે પિતૃઓના મોક્ષાર્થે તા.ર૭ સપ્ટેમ્બરથી તા.૩ ઓકટોબર સુધી જોડીયાની શ્રી લોહાણા મહાજન વાડી, ભાટીયા શેરી, જી.જામનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ સપ્તાહમાં  પોથીયાત્રાનો પ્રારંભ તા.૨૭/૦૯/૨૧ ના રોજ થયેલ. પૂ. શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડયા બાલ કથા લાલજીની હવેલીએથી વાજતા ગાજતે પાથીયાત્રા નીકળી હતી. જેમાં અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા તથા અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા  તથા પરિવાર જનો જોડાયા હતા. આ કથામાં ખુબજ બહોળી સંખ્યામાં ભાવિકોએ કથાનો રસપાન કરેલ છે.

ખખ્ખર પરિવાર દ્વારા જોડિયા ગામે આયોજીત શ્રીમદ્દ ભાગવત કથાના વિરામના દિવસે કથામાં પૂ.શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યા એ જણાવેલ કેઙ્ગ ભકિત, સત્સંગ, પ્રભુ નામ જ અંત સમયે કામ આવે છે, જીવનમાં તન બીમાર પડે તો હોસ્પિટલ છે તેની જરૂરિયાત પણ છે અને મનઙ્ગ બીમાર પડે તો આ ભાગવત શાસ્ત્ર પણ હોસ્પિટલ છે તનની, મનની હોસ્પિટલ બન્નેની જરૂરિયાત છે કથા.

પૂ.શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યા એ વધુમાં જણાવ્યું કે, મનના થાકને ઉતારે છે, તન કરતા ઘણીવાર મન વઘારે થાકી જાય છે ત્યારે આ ભાગવત કથાઓ દ્વારા મનને આરામ મળે છે, પ્રભુનું નામઙ્ગરસાયણ છે, ભવરોગની દવા છે સમય મળે ત્યારે પ્રભુનામ લેતા રહો. કથા વિરામ બાદ ખખ્ખર પરિવાર ભાવુક બની ગયો હતો.ઙ્ગઆભારવિધિ મનીષભાઈ ખખ્ખર એ કરી ત્યારે તેમને કહ્યું અમારા ઘણા જન્મના પુણ્ય ભેગા થયા ત્યારે આ અવસર અમારા આંગણે આ સુંદર અવસર આવ્યો, મારા માતપિતાના પુણ્ય અને આશિર્વાદથી અમારા જીવનનો અમૂલ્ય લ્હાવો પ્રાપ્ત થયો.

આ કથામાં રાજકોટથી આરસીસી બેંકના સી.ઈ.ઓ. પરશોતમભાઈ પીપળીયા તથા સતીશભાઈ કુંડલીયા, સીનીયર એડવોકેટ શ્રી એલ જે શાહી, ગીરીશભાઈ ભટ્ટ, મહર્ષિભાઇ પંડ્યા, કમલભાઈ સોનપાલ, શાંતુભાઈ સોનપાલ, શ્યામલભાઈ સોનપાલ, અનિલભાઈ દેસાઈ, સંજયભાઈવ્યાસ, જયુભાઈ શુકલા, કમલેશભાઈ શાહ, મુકેશભાઈ દેસાઈ, પ્રશાંતભાઈ જોશી, બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન શ્રી મનોજભાઈ અનડકટ, જામનગરના સીનીયર એડવોકેટ આર.કે.રાંછભાઈ, ભરતભાઈ સખ્પરીયા, વિપુલભાઈ, કે જે ત્રિવેદી, બાવીશીભાઈ,  સરકારી વકીલ શ્રી રશ્મીભાઈ ગોસાઈ તથા શ્રી શીલેન્દ્રસિંહ પરમાર, નીતિન અમૃતિયા તથા ડો. ચેતનભાઈ હિન્ડોચા, ડો. વિનોદભાઈ તન્ના, ડો. બીનાબેન પટેલ, ભુપેન્દ્રભાઈ કોટક, સચદેવભાઈ વિગેરે એ બહોળી સંખ્યામાં જોડિયા મુકામે ભાવિકોએ કથાનો રસપાન કર્યું હતું.

આ કથાનું સુંદર આયોજન ખખ્ખર પરિવાર દ્વારા ડો. હર્ષદભાઈ ખખ્ખર, મનીષભાઈ ખખ્ખર (એડવોકેટ), ફાલ્ગુનીબેન મનીષભાઈ ખખ્ખર, અલયભાઈ ખખ્ખર(એડવોકેટ), નિરાલી દત્તાણી, હિરલબેન હિન્ડોચા, રોહિત હિન્ડોચા તથા સમગ્ર ખખ્ખર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માટે અંતરીક્ષમાંથી સ્વ.રામક્રિષ્ણ કે.ખખ્ખર (વકીલ) સ્વ.દિવાળીબેન આર.ખખ્ખર, સ્વ.નયનાબેન એચ.ખખ્ખર,  સ્વ.પ્રેમલાલભાઇ કેવલચંદ ખખ્ખર (વકીલ) સ્વ. જયકુંવરબેન પી.ખખ્ખર, સ્વ.વસંતભાઇ પી.ખખ્ખર (વકીલ) શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા સ્વ.પ્રેમલાલભાઇ કેવલચંદ ખખ્ખર (વકીલ)ના અંતરિક્ષમાંથી આશિર્વાદ પ્રાપ્ત થયા હતા.

 શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ગં.સ્વ.પુષ્પાબેન વસંતભાઇ ખખ્ખર, ડો. હર્ષદભાઇ પી.ખખ્ખર (સર્જન), શ્રી રાજેશભાઇ વી.ખખ્ખર, અ.સૌ.નીલાબેન આર.ખખ્ખર, શ્રી મનીષભાઇ એચ.ખખ્ખર (એડવોકેટ) અ.સૌ. ફાલ્ગુનીબેન એમ.ખખ્ખર, ડો.જીમીતભાઇ આર.ખખ્ખર, અ.સૌ.કરીશ્માબેન જી.ખખ્ખર, સૌ.કા. નિરાલી તથા અલય એમ.ખખ્ખર (એડવોકેટ) તથા શ્રીમતી ડો.દેવ્યાનીબેન ચેતનભાઇ હિન્ડોચા, શ્રીમતી સંગીતાબેન જયદીપભાઇ ચંદારાણા, શ્રીમતી નીતાબેન જીજ્ઞેશભાઇ કાનાબાર, શ્રીમતી હિરલબેન રોહીતકુમાર હિન્ડોચા પરીવાર દ્વારા આયોજન કરાયું હતું.

(10:34 am IST)