Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

કાલે રાજકોટમાં જીપીએસસી કલાસ-૧ અને ર ના ઉમેદવારોની લેખીત પરીક્ષાઃ ૧૦ હજાર ઉમેદવારો

સવાર-સાંજ બે પેપરઃ કુલ ૪૩ કેન્દ્રોઃ ૪ મામલતદારોની ફલાઇંગ સ્કવોડ બનાવાઇ

રાજકોટ, તા., ૧૨: આવતીકાલે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય જીલ્લાઓમાં જીપીએસસી દ્વારા કલાસ-૧ અને કલાસ-રની લેખીત પરીક્ષા લેવાશે. રાજકોટ સીટીમાં ૪૩ કેન્દ્રો ઉપર૧૦ હજારથી વધુ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૧ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે.

પરીક્ષાર્થીઓને મોબાઇલ કે અન્યએવા ઇલેકટ્રોનીક ઉપકરણો લઇ જવાની મનાઇ ફરમાવાઇ છે.

સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ એમ બે પેપર રહેશે. પરીક્ષા અંગે ૪ મામલતદારોની ફલાઇંગ સ્કવોડ બનાવાઇ છે. આ ઉપરાંત આયોગના ૧ અને તકેદારીના ૧ એમ બે-બે અધિકારી દરેક કેન્દ્રો ઉપર તૈનાત રહેશે.

(1:03 pm IST)