Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

મગફળી રજીસ્ટ્રેશનઃ સોમવારથી રાજકોટ જીલ્લામાં તમામ ૭ર હજાર ફોર્મની ચકાસણીઃ મામલતદાર-TDOને આદેશ

૭ દિ'માં ચકાસણી પૂરી કરી રીપોર્ટ કરવા વીસીમાં સુચનાઃ તાલુકા દીઠ રેવન્યુ-પંચાયત તલાટી ચકાસણી કરશે : મામલતદાર-ટીડીઓ ૧૦ ટકા ફોર્મની રેન્ડમલી ચકાસણી કરશે

રાજકોટ તા. ૧ર :.. હાલ રાજય સરકાર દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં મગફળી ખરીદી અંગે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે.

રાજકોટ જીલ્લામાં ૭ર હજાર સહિત રાજયભરમાં કુલ ૪ લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

દરમિયાન ગઇકાલે પુરવઠાના અગ્રસચિવે રાજયભરના ડીએસઓ-અધિકારીઓ સાથે વીસી યોજી હતી.

જેમાં વીસીમાં સોમવારથી રજીસ્ટ્રેશન  થયેલ ફોર્મનું વેરીફીકેશન કરવાના આદેશો કરાયા હતાં.

રાજકોટ જીલ્લામાં ૭ર હજારથી વધુનું રજીસ્ટ્રેશન થયું છે, સોમવારથી દરેક તાલુકા લેવલે ગ્રામ પંચાયત ખાતે ગામડા દીઠ રેવન્યુ અને પંચાયત તલાટી વેરીફિકેશન કરશે, રાજકોટ તાલુકામાં ૭ હજાર ફોર્મ ભરાયા છે.

આ પછી વિસ્તરણ અધિકારીને પણ તલાટીઓના વેરીફીકેશન ઉપર પણ ફોર્મની ચકાસણી કરશે.

ત્યારબાદ દરેક ટીડીઓ-મામલતદાર પણ રેન્ડમલી ૧૦ ટકા ફોર્મની ચકાસણી કરશે. વીસીમાં સોમવારથી ૭ દિ' માં ચકાસણી કરી રીપોર્ટ કરવા પણ આદેશો થયા છે.

(1:02 pm IST)