Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

સિવિલ હોસ્પિટલમાં પેશાબની નળીને લગતાં ૨૦ જેટલા જટીલ ઓપરેશનઃ ત્રણ દિવસનો કેમ્પઃ અમેરિકી યુરોલોજીસ્ટની સેવા

ડો. જીતેન્દ્ર અમલાણીના પ્રયાસોથી ડીન ગોૈરવી ધ્રુવ, સુપ્રિન્ટેન્ડટ મનિષ મહેતા અને જતીન ભટ્ટનું આયોજન

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં આવેલી પીડીયુ મેડિકલ કોલેજ ખાતે યુરોલોજી વિભાગ દ્વારા ડો. જીતેન્દ્ર અમલાણીના પ્રયાસોથી પેશાબની નવી તકલીફ યુરેથ્રોપ્લાટીના જટીલ ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં અમેરિકાના નિષ્ણાંત યુરોલોજીસ્ટ તબિબો પણ જોડાયા છે. ડો. તરલેકી જેઓ અમેરિકાના નોર્થ કેરોલીના સ્થિત વેસ્ટ ફોરેસ્ટ યુનિવર્સિટીના યુરોલોજી પ્રોફેસર અને ડો. કોવેલ પેન્સીવિનીયા યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે. આ બંને ડોકટર સાથે તેમના બીજા બે ફેલો પણ આવ્યા છે. આ યુરોલોજીસ્ટ ડોકટરો પેશાબની નળીને લગતાં રોગોના નિષ્ણાંત છે. તેઓ અહિયા લગભગ ૨૦ જેટલા જટીલ ઓપરેશનો કરીને દર્દીઓને પીડામુકત કરશે.

આ ઓપરેશનમાં સિવિલના તથા બીજા યુરોલોજીસ્ટ પણ સાથે રહી અનુભવ મેળવશે.  કેમ્પને સફળ બનાવવા ડો. જીતેન્દ્ર અમલાણી, ડો.જીગેન ગોહેલ, ડો. પ્રતિક અમલાણી સહિતે જહેમત ઉઠાવી છે. કેમ્પને સફળ બનાવવા ડી. ડો. ગોૈરવી ધ્રુવ, સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનિષ મહેતા, સર્જરી પ્રોફેસર ડો. જતીન ભટ્ટ, એનેસ્થેટીકટ ડો. વંદનાબેન તથા તેમની ટીમ અને નર્સિંગ સ્ટાફે જહેમત ઉઠાવી છે. અમેરિકી ડોકટરો સાથે સર્જરી વિભાગના ડોકટરો જ્ઞાનનું આદાન પ્રદાન પણ કરશે. તસ્વીરમાં કેમ્પને દિપ પ્રગટાવી ખુલ્લો મુકાયો તે દ્રશ્ય, અમેરિકી ડોકટરોનું સ્વાગત તથા કેમ્પની માહિતી આપતા અમેરિકી ડોકટર, ડો. મનિષ મહેતા, ડીન ગોૈરવી ધ્રુવ, ડો. જતીન ભટ્ટ તથા ઉપસ્થિત તબિબો જોઇ શકાય છે.

(1:00 pm IST)