Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

બૌદ્ધિક વિકલાંગ બાળકને સારવાર માટે અપાતી ઓટીસ્ટિક ફિચર્સ ધરાવતી ન્યુરોજેન્સ સ્ટેમ સેલ થેરાપી

અમદાવાદમાં ૨૩ નવે.ના સ્ટેમસેલ થેરાપી ઓપીડી કેમ્પ યોજાશે : ન્યુરોજેન બીએસઆઈ ન્યુરો રીજનરેટીવ રીહેબિલિટેશન થેરાપીની મદદથી ગુજરાતનો ૧૮ વર્ષીય ભાવિક મીરવાણી હવે નાના વાકયો બોલી શકે છે, તેની યાદશકિતમાં વધારો થયો

રાજકોટ : પત્રકાર પરિષદમાં સ્ટેમસેલની માહિતી આપતા ડો.રીચા બનસોડ અને ભાવિક તેના વાલી સાથે નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૨ : અત્યાર સુધી એવું મનાતું હતું કે જન્મથી જ મગજની ક્ષતી ધરાવતા લોકોની સારવાર થઇ શકતી નથી. જો કે નવા સંશોધન સ્ટેમસેલ થેરાપીની મદદથી મગજના નુકસાન પામેલા ટિસ્યુની સારવાર થઈ શકે છે. ફરીથી આજે પણ ભારતમાં ઘણા એવા લોકો છે જેઓ કોર્ડ બ્લડ બેન્ક દ્વારા તેમના સ્ટેમ સેલ્સનો સંગ્રહ કરી શકતા નથી. ન્યુરોલોજિકલ સંબંધિત ડિસઓર્ડર્સ માટે નવી સારવારની આશાઓ ગુમાવી દીધી છે. તેવા તમામ દર્દીઓ માટે સ્ટેમસેલ થેરાપી નવી આશા લઇને આવી છે.

ન્યુરોજેન બ્રેન અને સ્પાઈન ઇન્સ્ટિટ્યુટ દ્વારા ગુજરાતમાં તમામ પ્રકારના ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ ધરાવતા દર્દીઓ માટે અમદાવાદ ખાતે ૨૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ એક ફ્રી વર્કશોપ કમ ઓપીડી કન્સલ્ટેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. ન્યોરોજેન સમજે છે કે ઇન્ટેલેકચ્યુઅલ ડિસેબિલીટી, ડાઉન સિન્ડ્રોમ, સ્પાઈનલ કોર્ડ ઇન્જરી, મસ્કયુલર ડીસ્ટ્રોફી, ઓટિસમ, સેરેબલ પ્લાસી વગેરેના દર્દીઓ માટે ફકત કન્સલ્ટેશન માટે મુંબઈ સુધી આવવું ઘણું મુશ્કેલ છે તેથી આવા દર્દીઓની સુવિધા માટે અમદાવાદમાં આ કેમ્પ રાખવામાં આવ્યો છે. આવા ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ ધરાવતા તમામ દર્દીઓ આ ફ્રી કેમ્પ માટે પુશકલા ૦૯૮૨૧૫૨૯૬૫૩ અને ૦૯૯૨૦૨૦૦૪૦૦ સંપક કરીને ઓપોઇન્મેન્ટ મેળવી શકે છે.

ઓટિસમ જેવી ઇન્ટલેકચ્યુઇઅલ ડિસેબિલિટી ધરાવતા દર્દીઓને ઘણી બીધી સારવારની જરૂ૨ પડતી હોય છે. જેમાં કેટલાક વર્તનની સમસ્યા માટે ચોક્કસ પ્રકારના ડ્ગ્સની જરૂર પડે છે આ ઉપરાંત બીહેવિયર થેરાપી, ઓકયુપેશનલ થેરાપી, સ્પેઇસયલ એજયુકેશન, સ્પીચ થેરાપી, આર્ટ થેરાપી, ડાન્સ થેરાપી અને ફિઝિયોથેરાપી જેવી સુનિયોજીત થેરાપીની જરૂ૨ પડે છે.

સાયનની એલટીએમજી હોસ્પિટલ અને એલટીએમ મેડિકલ કોલેજના પ્રોફેસર અને ન્યુરોસર્જરીના વડા તથા ન્યુરોજેન બ્રેન એન્ડ સ્પાઈન ઈન્સ્ટિટ્યુટના ડાયરેકટર ડો. આલોક શમાંએ જણાવ્યું હતું કે મેડિકલ સાયન્સમાં થઈ રહેલા આધુનિક સંશોધનો દેખાડે છે કે એકથી વધુ ક્ષેત્રની સારવારની મદદથી અશકય લાગતા રોગોની સારવાર શકય બને છે. આવું ત્યારે શકય બને છે જયારે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંત ડોકટર્સ તેમનું જ્ઞાન, આવડત અને સંસાધનોનો એક સાથે ઉપયોગ કરે જેનાથી અશકય અને મુશ્કેલ લાગતા રોગોની સારવાર થઈ શકે છે.

ન્યુરોજેન બ્રેઈન એન્ડ સ્પાઈન ઇન્સ્ટીટ્યુટના સર્જીકલ સર્વીસીઝના વડા ડો. રીચા બનસોડે રાજકોટમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ થેરાપીથી બાળકને કેટલીક હદે સારા કરવામાં મદદ કરે છે પરંતુ મેન્ટલ રિટાર્ડેશન ધરાવતા બાળકોના મગજની અંદર રહેલા નુકશાનની સારવાર કરી શકતી નથી. સંશોધકો અને ડોકટર્સ હવે મેન્ટલ રિટાર્ડેશનના સંકેતો ધરાવતા બાળકોની સારવાર માટે સ્ટેમ સેલ્સ જેવી રીજનરેટીવ થેરાપી અંગે વિચારી રહ્યા છે. સ્ટેમ સેલ થેરાપી ન્યુરોલોજીકલ કન્ડીશન્સમાં મગજની સારવાર કરવામાં મદદ કરે છે.

ડો. રીચા બનસોડેએ રાજકોટ ખાતેની પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, અમે અમદાવાદના રહેવાસી ૧૮ વાર્ષિય ભાવિક મીરવાણીનો કેસ ૨જુ કરી રહ્યા છીએ. ભાવીક નોન- કોન્સેન્જીનિયસ સાથે જન્મ્યો હતો.

અંતે અમદાવાદના એક પ્રતિષ્ઠિત હોસ્પિટલના ડોકટરની સલાહ લીધી હતી અને એમઆરઆઈ દ્વારા જાણવા મળ્યું કે ભાવીકના જન્મમાં થોડો વધુ સમય લાગ્યો હતો જેના કારણે આગળની તપાસ શકય બની અને કેટલાક ફિઝિશિયન્સે પણ કહ્યું કે તેને ઓટિઝમના ચિન્હો પણ છે. જેના કારણે આગળની તપાસ શકય બની અને કેટલાક ફિઝિશ્યન્સે પણ કહ્યું કે તેને ઓટિઝમના ચિન્હો પણ છે. જેને કારણે માતાને ચિંતા થઈ કે ભાવકને ખરેખર શું થયું હતું અને તેના માટેની યોગ્ય અને સચોટ સારવાર કઈ છે. ભાવિકને ફિઝિયોથેરાપી, હોમિયોપેથી, આયુર્વેદ જેવી વિવિધ સારવાર આપવામાં આવી પરંતું તેનાથી કોઈ ફાયદો થયો ન હતો.

કોઈ સારી સારવારની આશા માટે ભાવિકની માતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે  ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા હતા ત્યારે તેમને ન્યુરોજેન બ્રેન એન્ડ સ્પાઈન ઇન્સ્ટીટ્યુટની ખબર પડી. તેમણે કોઈ પણ જાતના ખચકાટ અતે સમય વેડફ્યા વગર ભાવિક અને પરિવારના અન્ય સભ્યો સાથે ડોકટર આલોક શર્માની મુલાકાત લીધી અને તેમની પાસેથી વ્યકિતગત કન્સલ્ટેશન કર્યું. બાદમાં ભાવિકને એનઆરઆરટી આપવાનું નક્કિ કરવામાં આવ્યું હતું. નવેમ્બર ૨૦૧૮ના રોજ તેની સારવાર શરૂ કરવામાં આવી અને ત્યારથી ભાવિકમાં અદભૂત સુધારો જોવા મળ્યો છે.

એનઆરઆરટીની સારવાર બાદ ભાવિકની ધ્યાન કેન્દ્રિત કરવાની શકિત તથા યાદશકિતમાં ઘણો સુધારો થયો હતો. સામાજીક રીતે પણ તે થોડો મળતાવડો થયો હતો. તેની ઉંમરના બાળકો સાથે તે હળતો મળતો થયો હતો. તેના પોસ્ચરમાં પણ સુધારો થયો હતો. તેનું નિયંત્રણ પણ સુધર્યું હતું અને તેના ચાલવાના સમયમાં તથા અન્ય પ્રવૃતિઓમાં પણ વધારો થયો હતો અને તેને થાક પણ ઓછો લાગતો હતો. તે સુચનાની યોગ્ય પ્રતિક્રિયા આપતો હતો. અને પોતાની જરૂરીયાતો અંગે સંકેતો પણ આપી શકતો હતો. સ્નાન કરવાની ખાવાની અને તૈયાર થવાની તેની દૈનિક પ્રવૃતિઓમાં તેને પહેલા કરતા ઓછી મદદની જરૂર પડવા લાગી હતી.

સારવાર બાદ અમારા બાળકમાં જે સુધારો થયો છે તે જોઈને અમે ઘણા જ ખુશ છીએ. ભગવાનની કૃપાથી અમારુ બાળકોના માતા પિતાને પણ એનઆરઆરટીની ભલામણ કરીએ છીએ, તેમ ભાવીકના માતા પિતાએ જણાવ્યું હતું.

ડો. આલોક શર્માએ જણાવ્યું છે કે સ્ટેમ સેલ થેરાપી ઇન્ટેલેકચ્યુઅલ ડિસેબિલીટી અને ઓટીઝમ ધરાવતા દર્દીઓ માટે એક નવી સારવાર છે. આ સારવારમાં નુકસાની પામેલા ન્યુરલ ટિસ્યુને મોલેકયુલર, સ્ટ્રકચરલ અને ફંકશનલ સ્તરેસાજા કરવાની ક્ષમતા છે.

(12:58 pm IST)