Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ગોંડલ રોડ પર મોબાઇલની દુકાનમાં ભીષણ આગ : લાખોનું નુકશાન

ર૦ લાખના મોબાઇલ ફોન બચાવી લેવાયા : પી.ઓ.પી., એ.સી., લાઇટ, ઇલેકટ્રીક : વાયરીંગ અને બોર્ડ તથા શટર બળી ગયા : આગ શોટસર્કીટના કારણે લાગી

રાજકોટ : શહેરના ગોંડલ રોડ પર માનસતા ચોક પાસે આવેલી 'કોર મોબાઇલ શોપ' નામની દુકાનમાં મોડી રાત્રે એકાએક આગ લાગી હતી. બનાવની જાણ શોપના મેનેજર હિતેન્દ્રસિંહએ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ બે ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં પી.ઓ.પી, એ.સી., લાઇટ, ઇલેકટ્રીક બોર્ડ તથા દુકાન બહારનું મેઇન બોર્ડ તથા શટર બળી ગયા હતા. જાણ થતા દુકાનના માલીક કમલેશભાઇ વૃજલાલભાઇ ઠક્કર દોડી આવ્યા હતાં. ફાયર બ્રિગેડ સ્ટાફે ર૦ લાખના મોબાઇલ બચાવી લીધા હતા. આગ શોટસર્કીટના કારણે લાગી હોવાનું અને તેમાં લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:27 am IST)