Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

જે મોદીજીને ચુંટણી જીતાડવા મેં નવરાત્રીમાં ટેક રાખેલ, હવે તેમને જ હરાવવા ટેક રાખુ છુ

ઙ્ગતંત્રીશ્રી,

આ નવરાત્રી દરમિયાન એટલે કે તા.૧૦-૧૦-૨૦૧૮ થી તા.૨૦-૧૦-૨૦૧૮ સુધી અન્નનો ત્યાગ કરી ચા,પાણી,દુધ ફકત લઇને આગામી ૨૦૧૯ ની લોકસભાની ચુંટણીમાં મોદીજી તથા ભાજપનો કારમો પરાજય થાય તેવી માં અંબા, માં દુર્ગાને પ્રાર્થના કરીશ. જે મોદીજી માટે અગાઉ મેં તા.૧૫-૮-૨૦૧૩ થી જયાં સુધી મોદીજી વડાપ્રધાન પદના શપથગ્રહણ ન કરે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાના શપથ લીધેલ. નવ માસે મારી ટેક પરિપૂર્ણ થયેલ. મોદીજીએ પ્રધાનમંત્રીના શપથગ્રહણ કર્યા ત્યારે સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને મેં મારી ટેક પરિપૂર્ણ કરેલ. પણ એ મારી ભુલ હતી. હવે હું માં દુર્ગ અને માં અંબાજીને નોરતા રહીને એવી પ્રાર્થના કરૂ છુ કે ૨૦૧૯ ની લોકસભાની ચુંટણીમાં મોદીજીનો કારમો પરાજય થાય. કારણ કે તેઓ કહેતા હતા કે દેશની તીજોરીનો હું ચોકીદાર બનીને બેસીશ. પણ તે ચોકીદાર નહી પણ લુંટદાર બનીને બેઠા છે. જે જે ગામમાં મોદીજી ઉદ્દઘાટનો, રીબીનો કાપવા કે પછી નર્મદા મૈયાના પાણીનો વાલ્વ ખોલવા કે ખાતમુહુર્ત કરવા જાય છે ત્યારે પ્રજાના પૈસાનો અરબો ખરબો પાણીની જેમ પોતાની તથા ભાજપની વાહ વાહ કરવા માટે વાપરી નાંખે છે. આથી હું માતાજીના નવ નોરતા અન્નનો ત્યાગ કરીને માતાજીને પ્રાર્થના કરીશ કે આગામી લોકસભાની ચુંટણીમાં મોદીજી તથા ભાજપનો કારમો પરાજય થાય.

- દિલીપ એમ. ચાવલા

દેશનો શુભચિંતક, મો.૯૮૫૮૯ ૭૦૫૨૬

(5:08 pm IST)
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટર પર દુષ્કર્મ મામલો: સેસન્સ કોર્ટે આરોપી ડોકટરની જામીન અરજી ફગાવી:ડો.સચિનસિંગની જામીન અરજી ફગાવી દેવાઈ access_time 5:41 pm IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST