Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

૧૧૦૦૦ વિદ્યાર્થીઓએ બનાવ્યા ૪ વર્લ્ડ રેકોર્ડ

 ગઇ કાલે ઇન્ટરનેશનલ ડોટર્સ ડે નિમિતે ઉતર પ્રદેશના હરદોઇમાં ૧૧,૦૦૦ છોકરીઓ ખાસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે એકઠી થઇ હતી. એક સ્કુલના ગ્રાઉન્ડમાં તમામ વિદ્યાર્થીનીઓએ પેઇન્ટિંગ કરીને ''બેટી બચાવ, બેટી પઢાઓ'' નો સંદેશ આપ્યો હતો. ત્રણ કલાક માટે એકઠી થયેલી આ છોકરીઓએ ચાર વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યા હતા. ગઇકાલે હરદોઇના કસ્તુરબા વિદ્યાલયની છોકરીઓએ આ રેકોર્ડ માટેની તૈયારીઓ કરેલી. સવારે નવ વાગ્યાની આસપાસની સ્કુલો અને કોલેજોની વિદ્યાર્થીનીઓ હજારોની સંખ્યામાં અહીં આવી પહોંચી હતી. બાર વાગ્યા સુધી ચાલેેલા આ કાર્યક્રમમાં ૧૦,૧૦૧ વિદ્યાર્થીનીઓએ પેઇન્ટિંગ દ્વારા દીકરીને બચાવવાનો સંદેશો આપવાનો રેકોર્ડ કર્યો હતો. ૧૧,૦૦૦ થી વધુ છોકરીઓએ એકબીજાની પીઠ થપથપાવવાનો અને હાથ પકડીને લાંબી માનવશૃંખલા બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત સોૈથી મોટી સંખ્યામાં 'બેટી બચાવો, બેટી પઢાઓના શપથ તેમણે લીધા હતા.

(5:07 pm IST)