Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ખેલૈયાઓમાં જોવા મળતો અનેરો થનગનાટ : હિન્દી ફિલ્મ - સિરીયલના કલાકાર પાયલ શાહની ખાસ હાજરી

સતત ચોથા વર્ષે શ્રી રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે યોજાનાર 'અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ'નું આયોજન સાધુ વાસવાણી રોડ ઉપર, રાજપેલેસની સામે, રાજકોટ ખાતે કરાયું છે. દર વર્ષે લોહાણા સમાજના હજજારો યુવાન-યુવતીઓ પોતાના પરીવાર સાથે આ રાસોત્સવનો આનંદ ભકિતપૂર્ણ વાતાવરણમાં લઈ રહયાં છે. રાજકોટ અને સૌરાષ્ટ્રનું આ અનેરૂ આયોજન સૌના હૃદય જીતી લે છે. રાત પડે અને દિવસ ઉગે તે પ્રકારનો નજારો વાતાવરણમાં સર્જાય છે. અનુભવી અને પ્રતિષ્ઠિત આયોજકોની ટીમ દ્રારા યોજાયેલા આ

પારીવારીક મહોત્સવ અતિથિઓ દીપાલીબેન મોદી, મીનાબેન રૂપારેલીયા, કોમલબેન રૂપારેલીયા, શીતલબેન ગણાત્રા, દિનેશભાઈ ધામેચા, દિપકભાઈ કારીયા, નિલેશભાઈ તન્ના, બલરામભાઈ કારીયા, બીનાબેન કારીયા, સમીરભાઈ કોટક, વિમલભાઈ બગડાઈ, વિજેનભાઈ કોટક, હર્ષાબેન કોટક, હેમલભાઈ સોની, શોભનાબેન સોની, ભકિતબેન ગણાત્રા, ભાવેશભાઈ જવાણી, રચનાબેન જવાણી, ડો. સ્વાતીબેન દાવડાએ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહીત કર્યા હતા.

હિન્દી ફીલ્મ જગતના જાણીતા કલાકાર પાયલ શાહ કે જેઓ 'અલીફ લૈલા', 'બ્રહ્મા વિષ્ણુ મહેશ' સહિતની સીરીયલોમાં પોતાની કલાના કામણ પાથરી ચૂકયા છે, તેઓ આ પ્રસંગે ખેલૈયાઓના પોરસ ચડાવવા ખાસ ઉપસ્થિત રહયાં હતાં અને દાંડીયો રાસનો આનંદ પણ લીધો હતો. રાસોત્સવ દરમ્યાન દરરોજ વિવિધ કલાકારો, ફિહમ સ્ટાર્સ, જાહેર જીવનના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. બીજા નોરતે અત્યંત રસાકસીભરી તંદુરસ્ત હરીફાઈ બાદ ગ્રુપ-એ માં પ્રિન્સ તરીકે પરીજીત ઠકકર, હાર્દિક ઠકકર, સ્પંદન છોટાઈ તથા પ્રિન્સેસ તરીકે પાબારી હેત્વી, લાખાણી, માનસી લાખાણી, ખખર રીવા, કંડ હેતવી, બલદેવ ગ્રિષા વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્સ દોશી જેનીલ તથા પ્રિન્સેસમાં અઢીયા જીયા તથા -બી માં પ્રિન્સ તરીકે ચંદારાણો કિશન, ધામેચા મીત, મજેઠીયા રૂદુ તથા પ્રિન્સેસ તરીકે ક્રિષ્ના રામ, હેમા રાયઠઠ્ઠા, કેતના ઠકકર વિજેતા બન્યા છે તથા વેલડ્રેસમાં વિધી મોદી તથા સી-ગ્રુપમાં પ્રિન્સેસ તરીકે રીનાબેન બલદેવ, પ્રજ્ઞાબેન રાજા વિજેતા બન્યા હતાં.

દરરોજ દુહા- છંદ, ગરબાની રમઝટ જામી રહી છે. વિશાળ ગ્રાઉન્ડ મા હજારો ખેલૈયાઓ રમી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. સજજડ પાર્કીંગ વ્યવસ્થા કરાઈ છે. ૩૦૦ થી વધુ કાર્યકરો દેખરેખ રાખી રહયાં છે.

શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સંયોજક મિતેશ રૂપારેલીયા અને આયોજક ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, બલરામભાઈ કારીયા, નિલેશભાઈ તન્ના, રામભાઈ કોટેચા, ચંદુભાઈ રાયચુરા, ધવલભાઈ ચેતા, રજનીભાઈ રાયચુરા, પરીમલભાઈ કોટેચા, કિશનભાઈ વિહૂલાણી, દિપકભાઈ રાયચુરા, દિનેશભાઈ ધામેચા, વિરેન્દ્રભાઈ વસંત, સંજયભાઈ લાખાણી, દિપકભાઈ મદલાણી, વિમલભાઈ ગંગદેવ, વિમલભાઈ બગડાઈ, જયદીપભાઈ કારીયા, હિતેશભાઈ કોટેચા તેમજ મહિલા ટીમના રાધીકાબેન વિહૂલાણી, બિંદીયાબેન અમલાણી, યામીનીબેન કંડલીયા, બિંદુબેન ચાંદ્રાણી, આરતીબેન કોટેચા, અંજલીબેન વસાણી, બિજલબેન ચંદારાણા, વૈશાલીબેન રૂપારેલીયા, વિધીબેન સીમરીયા, રીધ્ધીબેન કટારીયા, સુનીતાબેન ભાયાણી, પુજાબેન કુંડલીયા સહિતના ૩૦૦ થી પણ વધુ સ્વયંસેવકોની ટીમ સમગ્ર સતત ખડેપગે રહી આયોજનને ક્ષતિશુન્ય બનાવવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહી છે.

સમગ્ર આયોજન અંગે રદ્યુકુળ યુવા ગ્રુપના મિતેશ રૂપારેલીયાના નેતૃત્વમાં કાર્યકરોની ટીમના પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કકકડ, માલવ વસાણી, નિશાદ સુચક, ભદ્દેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રઘુરાજ રૂપારેલીયા, પ્રકાશભાઈ ગઢીયા (રઘુવંશી વડાપાંઉ), નિરવ રૂપારેલીયા, આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, ધર્મેન્દ્ર કારીયા, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, જેવીન વિઠ્ઠલાણી, ગોપાલ બાટવીયા, વાસુદેવ સોમૈયા, રાજુભાઈ નાગરેચા, અમીત કોટક, લખન કોટક, ભાવેશ કાનાબાર, દર્શન રાજા, મિત સેજપાલ, સંદીપ ગોવાણી, પ્રશાંત પુજારા, જય ઘેલાણી, હિનેર અનડકટ, જેકી કકકડ, અક્ષીત ઉનડકટ, હર્ષ કારીયા, કમલેશ સોમામાણેક, હર્ષ કારીયા, વિશાલ અનડકટ, કેવલ કાનાબાર, મિતેશ અનડકટ, દિપેનતન્ના, મનીષ જીવરાજાની, હિતેશ મગેચા, મિહીર ધનેશા વિગેરે જહેમત ઉઠાવી છે.

વિશેષ વિગતો માટે મો. ૯૭૨ ૭૭૦૪૭૦૭, મો. ૮૦૦૦૩૮૩૧૬૭, મોઃ ૭૮૭૮ ૧૨૭૯૭૯, મો. ૯૦૪૭૪૯૩૪૫ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.

(4:58 pm IST)
  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST