Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વૃક્ષારોપણ કરી જન્મ દિવસની ઉજવણીઃ ખ્વાબ રચિત અંતાણીએ ભર્યુ અનુકરણીય પગલું

ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે. પી. અંતાણીનો પૌત્ર ચિ. ખ્વાબ રચિત અંતાણીનો તાજેતરમાં જન્મ દિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે ખ્વાબ અંતાણીએ વૃક્ષારોપણ કરી અન્યને પ્રેરણા આપે તેવું કાર્ય કર્યુ હતું. હાલ ગ્લોબલ વોર્મીંગને કારણે સમગ્ર વિશ્વ સામે પર્યાવરણની સુરક્ષાના પ્રશ્નો મોઢું ફાડીને ઉભા થયા છે ત્યારે વૃક્ષોની વાવણી કરવી અને તેનું જતન કરવું એ આપણી અનેરી ફરજ બની રહે છે. ચિ. ખ્વાબે અન્યો માટે એક ઉદાહરણ પુરૂ પાડી અન્યોને વૃક્ષારોપણ કરવા પ્રેર્યા છે.

(4:56 pm IST)
  • જૂનાગઢ-બાટવા નજીકથી 520 પેટી વિદેશી દારુ ઝડપાયો:રુપીયા 20 લાખનો વિદેશી દારુ અને 9 લાખના ટ્રક સાથે 2 શખ્શની ધરપકડ access_time 5:41 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • સુરત :ઓલપાડના કિમ ગામે હીરાપન્ના ૧ સોસાયટીમાં હત્યા:પતિએ ગાળું દબાવી પત્નીની કરી હત્યા:પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત:પતિએ પંખા વડે લટકી કર્યો આપઘાત:પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનું કારણ અકબંધ:હીરાપન્ના સોસાયટીમાં પતિ-પત્નીના મોતને લઈ ચકચાર:કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી:મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી.. access_time 5:40 pm IST