Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ગુજરાતભરમાં મહિલા જાગૃતિ અભિયાન છેડાશેઃ ગાયત્રીબા

મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષપદે નિમણૂંક પામેલા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા 'અકિલા'ની શુભેચ્છા મુલાકાતે : ભાજપ મહિલાઓના પ્રશ્નો આગળ કરીને ચૂંટણી જીત્યો, પરંતુ મહિલાના પ્રશ્નો ઉકેલાવાને બદલે વધ્યાઃ મહિલા કોંગ્રેસ સંગઠન ઘેર-ઘેર ઘુમી ભાજપની પોલ ખોલશે : ગાયત્રીબા વાઘેલા : દિવાળી પૂર્વે સોનિયાજી સાથે મુલાકાત કરી, ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ અંગે વાકેફ કરીશું: ગરીબ-મધ્યમ વર્ગની મહિલાઓ પારાવાર પરેશાન, ગાયત્રીબા વાઘેલા

રાજકોટઃ પ્રદેશ મહિલા કોંગ્રેસના નવનિયુકત અધ્યક્ષા શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા અને શહેર કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને અગ્રણીઓ આજે 'અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. રાજકોટ શહેરની પ્રજાના પ્રશ્ને છેલ્લા દસ વર્ષથી સતત સક્રિય એવા મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સાથે 'અકિલા લાઇવ ન્યુઝ' ઉપર આગામી ચુંટણીને અનુલક્ષી મહિલા કોંગ્રેસની ભુમિકા શું રહેશે? તે વિશે ચર્ચા કરી હતી. અકિલાના સિનીયર પત્રકાર અને ભાઇશ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ પણ આ તકે અત્યાર સુધી બહેનશ્રીએ રાજકિય, સામાજીક તેમજ પારિવારિક જવાબદારી જેમ સ્થાનિક કક્ષાએ રાજકારણની સાથે-સાથે નિભાવી છે તેમ પ્રદેશ કક્ષાની મોટી જવાબદારી સાથે પણ સુપેરે નિભાવશે તેવી ભાવના વ્યકત કરી હતી. આ તકે અકિલાના પત્રકાર અને ગાયત્રીબાના લઘુબંધુ જયદેવસિંહ જાડેજા, ગાયત્રીબાના પતિદેવ અશોકસિંહ એમ. વાઘેલા સાથે પ્રદેશ અગ્રણી ડો. હેમાંગ વસાવડા,  સિનીયર અગ્રણી જસવંતસિંહ ભટ્ટી, અનુભવી કોંગ્રેસી અગ્રણી પ્રદિપ ત્રિવેદી, શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત, વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, બક્ષીપંચ અગ્રણી ડી. પી. મકવાણા, કોર્પોરેટર સર્વશ્રી જાગૃતિબેન ડાંગર, પ્રભાતભાઇ ડાંગર, કોર્પોરેટર પ્રવિણભાઇ રાઠોડ, યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ધરમ કાંબલીયા, સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા, યુવક કોંગ્રેસના રાજદિપસિંહ જાડેજા, એનએસયુઆઇના આદિત્યસિંહ ગોહિલ, મહિલા અગ્રણીઓ મનિષાબા વાળા, શહેર કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ પ્રતિમાબેન વ્યાસ, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, મનસુખભાઇ કાલરીયા, કરણી સેનાના જે. પી. જાડેજા, યુવા કોંગી અગ્રણી ઇન્દ્રવિજયસિંહ રાઓલ, એડવોકેટ જીજ્ઞેશ જોષી, રણજીત મુંધવા, યુથ કોંગ્રેસ પ્રમુખ મુકુંદ ટાંક, રામભાઇ હેરભા, કોર્પોરેટર કનકસિંહ જાડેજા, કોર્પોરેટર રવજીભાઇ ખીમસુરીયા, મહિલા કાર્યકર્તાઓ સર્વશ્રી મીતાબેન, ફરીદાબેન શેખ ઉપરાંત નીલુ સોલંકી, રાજદીપસિંહ ચુડાસમા અને સુરેશભાઇ ગેરૈયા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ

ઉપસ્થિત રહ્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧રઃ શહેરના જાગૃત અને સશકત મહિલા કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલાની નિમણૂંક પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષપદે થઇ છે. ગાયત્રીબા આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, મહિલા કોંગ્રેસ ગુજરાતભરમાં મહિલા જાગૃતિનું નિર્ણાયક અભિયાન છેડશે.

ગાયત્રીબાએ કહ્યું હતું કે, દેશમાં અને ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ ખરાબ છે ભાજપ મહિલાઓને આગળ કરીને ચૂંટણી જીત્યો છે, પરંતુ મહિલાઓના પ્રશ્નો ઉકેલવાને બદલે વધ્યા છે. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત રહી નથી, બાળકીઓ પર પણ બળાત્કારની ક્રુર ઘટનાઓ બને છે. આ સ્થિતિ અતિશય ગંભીર ગણાય.

ગાયત્રીબાએ કહ્યું હતું કે, શકિતની સાધનાનું પર્વ ચાલે છે ત્યારે ગુજરાતમાં મહિલા શકિત જાગરણનું નિર્ણાયક કામ કરવા અમે સંકલ્પ કરીએ છીએ. આ અભિયાનની તીવ્ર અસર લોકસભાની ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે.

ગાયત્રીબા કહે છે કે, રાજયના વિવિધ વિસ્તારોમાં મહિલાઓના જુદા-જુદા પ્રશ્નો છે. આ અંગે અમે સરકારને રજુઆત કરીશું અને સરકાર નહિં જાગે તો મહિલા કોંગ્રેસ રણચંડી સ્વરૂપ ધારણ કરીને મહિલાઓની સુખાકારી માટે ફરજ પડાશે.

ગાયત્રીબા કહે છેકે હું મહિલા કોંગ્રેસની સૈનિક છું. બહેનો-માતાઓના રાજકીય, સામાજિક વગેરે પ્રશ્ને અમે સક્રિય થઇશું. ગુજરાતમાં મહિલા કોંગ્રેસનું સંગઠન મજબૂત છે જ, સંગઠનની ત્રૂટીઓ દૂર કરીને રાજયભરમાં ઘેર-ઘેર લોકસંપર્ક કરાશે.

વર્તમાન સરકારે કેરોસીન જેવી સુવિધાઓ બંધ કરી છે. મોંઘવારી બેફામ બની છે. મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે, તેમ જણાવીને ગાયત્રીબાએ કહ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો સૌથી વધારે પરેશાન છે. મહિલા કોંગ્રેસ આવી બહેનોનો અવાજ બનશે.

નવરાત્રી બાદ અને દિપાવલી પૂર્વે ગાયત્રીબા વાઘેલા તથા મહિલા કોંગ્રેસના અન્ય હોદેદારો કોંગ્રેસના ચેરપર્સન સોનિયાજીની મુલાકાતે જશે અને ગુજરાતમાં મહિલાઓની કપરી સ્થિતિ અંગે વાકેફ કરાશે. ઉપરાંત માર્ગદર્શન લેવાશે.

ગાયત્રીબા સાથેની મુલાકાત પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ ડો. હેમાંગ વસાવડા, ડી. પી. મકવાણા, મુકેશ ચાવડા, જાડેજા ભરતસિંહ (સેનેટર), ઘનશ્યામસિંહ જાડેજા (કોર્પોરેટર), પ્રભાત ડાંગર, રણજીત મુંધવા, કુલદિપસિંહ જાડેજા (એડવોકેટ), નીલુ સોલંકી, રાજદીપસિંહ ચુડાસમા, સુરેશભાઇ ગરૈયા, ઇન્દુભા રાઓલ, મનસુખભાઇ કાલરીયા (કોર્પોરેટર), જશવંતસિંહ ભટ્ટી (પ્રદેશ મંત્રી), ધરમ કાંબલીયા (સીન્ડીકેટ સભ્ય), મનીષાબા વાળા (મહિલા કોંગ્રેસ પ્રમુખ), પ્રતિભાબેન વ્યાસ (પૂર્વ પ્રમુખ-મહિલા), રસિલાબેન ગરૈયા (કોર્પોરેટર), માસુબેન હેરભા (કોર્પોરેટર), જાગૃતીબેન ડાંગર (કોર્પોરેટર), રામભાઇ હેરભા, કનકસિંહ જાડેજા (કોર્પોરેટર), રવજીભાઇ ખીમસુરીયા (કોર્પોરેટર), મીતલબેન ગડારા, વશરામભાઇ સાગઠીયા (વિરોધપક્ષ નેતા), ફરિદાબેન શેખ, ડો. જીજ્ઞેશ જોષી (એડવોકેટ) કન્વીનર લીગલ સેલ, પ્રદિપભાઇ ત્રીવેદી (આગેવાન), મહેશ રાજપુત (કાર્યકારી પ્રમુખ), જે. પી. જાડેજા (સૌ. કરણ સેના) ઉપસ્થિત રહ્યા હતા. (૭.૩પ)

પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનો હાલનો સંપર્ક (મો. ૭૬૯૮૦ ૦૩૦૦૬ / ૯૮૯૮૪ ૭૭૧૨૨)

પૂર્વ ધારાસભ્યશ્રી ચંદ્રીકાબેન ચુડાસમા, સ્વ. શાંતાબેન ચાવડા બાદ મહિલા કોંગ્રેસ પ્રદેશ કક્ષાનું સર્વોચ્ચ પદ ગાયત્રીબાને

રાજકોટ : છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં પાણી, ગટર, રસ્તા, વીજળી, આવાસોના પ્રજાકીય પ્રશ્ને સતત જાગૃત રહેતા કોંગ્રેસના વોર્ડ નં. ૩ના મહિલા કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા પ્રદેશ કક્ષાના આ પદ ઉપર પસંદગી પામેલા કોર્પોરેટર કક્ષાના સૌ પ્રથમ અગ્રણી બન્યા છે.

આ પહેલા આ પદ ઉપર ફરજ બજાવી ચૂકેલા ચંદ્રીકાબેન અને સ્વ. શાંતાબેન ચાવડા ધારાસભ્ય કક્ષાના અગ્રણીઓ હતા. ગાયત્રીબાએ કોર્પોરેટર પદે વિપક્ષી નેતા તરીકે ભજવેલી સક્રીયતાની કેન્દ્રીય ટીમે નોંધ લઇ આ મહત્વનું પદ સોંપ્યાનું ફલિત થાય છે.

(4:55 pm IST)
  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST

  • આંતરાષ્ટ્રીય બજારમાં ૮'દિ ક્રુડના ભાવો બેરલ દીઠ ૫ ડોલર ઘટયાઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાને બદલે ૮'દિમાં ૨ રૂ. વધી ગયા :ફરી આજે પેટ્રોલમાં ૧ લીટરે ૧૨ પૈસા અને ડીઝલમાં ૨૮ પૈસાનો દિલ્હીમાં વધારોઃ મુંબઇમાં પેટ્રોલમાં ૧૨ અને ડીઝલમાં લીટરે ૨૯ પૈસા વધ્યા access_time 3:28 pm IST