Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

જૈનમ નવરાત્રીમાં આજે રાત્રે ઓસમાણ મીર પોતાના અવાજનો જાદુ પાથરશે

બહેનો માટે ડેકોરેટીવ આરતી - ગરબા અને ભાઈઓ માટે બેસ્ટ કોટીની સ્પર્ધા : લેઉવા પટેલ સમાજના આગેવાનોના હસ્તે આરતી

રાજકોટ : જૈનમ નવરાત્રી મહોત્સવના બીજા નોરતે અમીતભાઈ દોશી (સીઈઓ - દિવ્ય ભાસ્કર), શ્રી વિક્રમસિંહ જાડેજા (રાજકોટ - દિવ્યભાસ્કર), શ્રી જયેશભાઈ શાહ (સોનમ કલોક-મોરબી), શ્રી ભાવેશભાઈ છત્રા(મેનેજીંગ ડીરેકટર - મોમાઈ આસ્ક્રીમ), શ્રી મુખરજી (જી.એમ. મોમાઈ આઈસ્ક્રીમ), શ્રી ડી.વી. મહેતા  (જીનીયસ સ્કુલ-ગારડી વિદ્યાપીઠ), શ્રી ચીરાગભાઈ સીયાણી ( ખજાનચી : શ્રી ખોડલધામ ટ્રસ્ટ)એ આરતીનો લાભ લીધેલ હતો. આજે સાંજે આરતીનો લાભ રઘુવંશી સમાજનાં આગેવાનો લેશે.

આજરાત્રે જૈનમ નવરાત્રી મહોત્સવમાં ગુજરાત ગૌરવ ઓસમાણ મીર પોતાની દ્વારા જૈનમ્નાં ખેલૈયાઓને ડોલવશે. સાથે સાથે મયુરી પાટલીયા, શ્રીકાંત નાયર, પરાગી પારેખ, વિશાલ પંચાલ અને પ્રિતી ભટ્ટ પણ પોતાની ગાયીકી રજુ કરશે.

બીજા નોરતે બ્લેક ડે થીમની ઉજવણી કરવામાં આવેલ જેમાં તમામ ખેલૈયાઓએ બ્લેક ડ્રેસ અને બ્લેક ગોગલ્સ પહેરી એક અનોખો માહોલ ઉભો કરેલ હતો. આજે બહેનો માટે ડેકોરેટીવ આરતીની થાળી અને ગરબા જયારે ભાઈઓ માટે બેસ્ટ કોટી સ્પર્ધા રાખવામાં આવેલ છે.

બીજા નોરતે મેલ પ્રિન્સેસ તરીકે પ્રથમ નંબરે ગાંધી રક્ષીત, બીજા નંબરે દેસાઈ આયુષ,ત્રિજા નંબરે દોશી કરણ, જયારે મેલ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે શેઠ ધાર્મિક, બીજા નંબરે પારેખ ભાવિક, ત્રિજા નંબર મહેતા મીતને વિજેતા જાહેર કરેલ, ફીમેલ પ્રીન્સેસ તરીકે ફીમેલ પ્રિન્સેસ તરીકે પ્રથમ નંબરે કોઠારી મીશીતા, બીજા નંબર કોઠારી માનસી, ત્રિજા નંબરે દેશાઈ જલ્પા અને ફીમેલ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે શાહ જીલ, બિજા નંબરે પારેખ હેમાલી અને ત્રિજા નંબર ધ્રુવા કોઠારીને વિજેતા જાહેર કરેલ.

બીજા કેટેગરીમાં મેલ કીડ્સ પ્રીન્સમાં પ્રથમ નંબરે ઝાટકીયા દર્શિત, બિજા નંબરે ઝાટકીયા પ્રશીલ, ત્રિજા નંબરે મોદી આયુષ તથા મેલ કીડ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે શાહ આયુષ, બિજા નંબરે કેવલ મહેતા અને ત્રિજા નંબરે દેવ ગોડાને વિજેતા જાહેર કરેલ, જયારે ફીમેલ કીડ પ્રિન્સેસમાં પ્રથમ નંબરે તેજાણી ખુશી, બિજા નંબરે દેશાઈ કાવ્યા, ત્રિજા નંબરે શેઠ ધ્વની આ ઉપરાંત ફીમેલ કીડ વેલ ડ્રેસમાં  પ્રથમ નંબરે હેત્વી દોશી, બિજા નંબરે શેઠ ક્રિષ્ના, ત્રિજા નંબરે હીર શાહને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા.

ત્રીજી કેટેગરી એટલે કે ૪૦થી વધુ ઉંમરનાં ખેલૈયાઓ માટે જેન્ટસમાં હીમાંશુ ઝાટકીયા, કેતન પારેખ  તથા લેડીઝમાં મનીષા દોશી અને મમતા દોશીને વિજેતા જાહેર કરેલ હતા.  બિજા નોરતે જીતુભાઈ મારવાડી, અજીતભાઈ મારવાડી, એડોર્ન વોચ, એ.પી. ઓર્નામેન્ટ, મહાવીર ઈમીટેશન, રીકોન કલોક, નીધીબેન ચોવટીયા દ્વારા વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા. બીજા નોરતે જજ તરીકે જીજ્ઞેશ પાઠક, મીસ્ટર એન્ડ મીસીસ જયેશ સોનછત્રા,  ભાવના બગડાઈ, ઉષા વોરા,  બોસ્કી નથવાણી, અમી કારીયાએ ઉત્કૃષ્ટ સેવા આપેલ.

(4:54 pm IST)