Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

કનૈયાનંદ રાસોત્સવમાં બાળ ખેલૈયાઓને રાસ રમતા નિહાળવાની સોનેરી તક

રાજકોટ : સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા નાગર બોર્ડીંગમાં ચાલી રહેલા કનૈયાનંદ રાસોત્સવમાં બીજા દિવસે બાળ ખેલૈયાઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. બીજા નોરતે રાસ નિહાળવા માટે મેયર શ્રી બીનાબેન આચાર્ય, શ્રી કમલેશભાઈ મીરાણી (પ્રમુખ શહેર ભાજપ), શ્રી ઉષાબેન પટેલ, શ્રી ડો.અમીતભાઈ હપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિજેતા બાળ ખેલૈયાઓને ઈનામો અપાયા હતા. આ રાસોત્સવમાં કાલે શનિવારે બી.એન. પાની (કમિશ્નરશ્રી, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન), દેવાંગભાઈ માંકડ (રાજકોટ શહેર ભાજપ, મહામંત્રી), નીદીતભાઈ બારોટ (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગેવાન), વિજયભાઈ દાવડા (અગ્રણી ઉદ્યોગપતિ), વિનયભાઈ પટેલ (ત્રિમૂર્તિ પ્રિન્ટર્સ), અશ્વિનભાઈ આદ્રોજા (એન્જલ પંપ), સવજીભાઈ પરસાણા (કિશન એન્ટરપ્રાઈઝ, ભરતભાઈ ગાજીપરા (સર્વોદય સ્કુલ, ટ્રસ્ટી), દિનેશભાઈ વિરાણી (ઉત્સવ ગ્રુપ), સંજયભાઈ હિરાણી (પ્રમુખ, ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ) સહિતના ઉપસ્થિત રહેશે. કનૈયાનંદ રાસોત્સવમાં દરરોજ વેલડ્રેસ તથા સારૂ રમનાર ૪૦થી વધુ બાળકોને લાખેણા ઈનામ આપવામાં આવે છે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, મનસુખભાઈ ધંધુકીયા, ડો.હેમાંગભાઈ વસાવડા, વલ્લભભાઈ ગોંડલીયા, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા, અનવરભાઈ ઠેબા, ધીરેનભાઈ ઓઝા, પ્રવિણભાઈ તંતી, સુબોધભાઈ રાધનપરા ઉપરાંત જયશ્રીબેન રાવલ, અલ્કોબન કામદાર, ગીતાબેન હીરાણી, જશુમતીબેન વસાણી, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, સુધાબેન દોશી, રૂપલબેન માણેક, રંજનબેન વોરા, તસ્મીનબેન કાદયાણી, ભારતીબેન મકવાણા તથા કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:50 pm IST)
  • જૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST

  • દક્ષિણના અભિનેતાએ ખળભળાટ સર્જયો : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : એક ટુકડાને દિલ્હી અને બીજા ટુકડાને કેરલના મુખ્યમંત્રીની ઓફીસે ફેંકવામાં આવશે : અભિનેતા કોલમ થુલાસીનું વિવાદાસ્પદ નિવેદન access_time 4:30 pm IST

  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST