Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

આગામી સામાન્ય સભામાં પ્રેક્ષક ગેલેરી ખુલ્લી મુકોઃ આંદોલનની ચીમકી

વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયા દ્વારા મેયરને રજુઆત

રાજકોટ તા. ૧રઃ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં પ્રેક્ષક ગેલેરી ઘણા લાંબા સમયથી આમજનતા માટે બંધ કરવામાં આવેલ છે. તેમણે આગામી તા. ર૦મીના મળનાર જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરી ખુલ્લી મુકવા વિપક્ષના ઉપનેતા મનસુખભાઇ કાલરીયાએ માંગ કરી છે.

આ અંગે મનસુખભાઇએ મેયરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, આગામી સામન્ય સભામાં નાગરીકો માટે પ્રેક્ષક ગેલેરી ખુલ્લી મુકવામાં આવે અને આ અંગેનો નિર્ણય વહેલી તકે લેવામાં આવે. જો ત્રણ દિવસમાં પ્રેક્ષક ગેલેરી ખુલ્લી મુકવાનો નિર્ણય જાહેર કરવામાં નહીં આવે તો પ્રજાજનોને સાથે રાખી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(4:44 pm IST)