Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

આશ્રમ શાળા અને છાત્રાલયમાં ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો ખોટાઃ સંચાલક મંડળની સ્પષ્ટતા

રાજકોટ તા.૧૨: પ્રિન્ટ મીડીયામાં અને ઇલેકટ્રીક મીડીયા દ્વારા વિકસતિ જાતિ કલ્યાણ ખાતું અને વિકસતી જાતિ નિયામક અને સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકો ઉપર ગુજરાત રાજયના બે ધારાસભ્યો દ્વારા આશ્રમ શાળા અને છાત્રાલયમાં  સ્થળફેરમાં ભ્રષ્ટાચારના મુખ્યમંત્રીશ્રીને આક્ષેપોની ફરીયાદ કરેલી છે જેના અનુસંધાને સૌરાષ્ટ્ર કચ્છ આશ્રમ શાળા છાત્રાલય સંચાલક મંડળ કારોબારીની મિટીંગ રાજકોટ ખાતે મળેલ જેમાં આ આક્ષેપપોને પાયા વિનાના કોઇના ગેરમાર્ગે દોરાયેલા હોય તેવું સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ.

રજૂ કરેલા આંકડાઓ ૨૦ વર્ષના કુલ દર્શાવેલ છે જે ગેરમાર્ગે દોરવા માટે પર્યાપ્ત છે. વાર્ષિક ધોરણે આશ્રમ શાળામાં ૧ ટકા કરતા પણ ઓછો સ્થળફેર અને જયારે છાત્રાલયમાં ૧.૫ ટકા કરતા પણ ઓછા સ્થળફેર થયેલ છે.જે પુરેપુરી તપાસ કરી માગણી અને અધિકારીઓના રીપોર્ટના આધારે વ્યાજબી રીતે સાવચેતીપૂર્વક બક્ષીપંચના વિદ્યાર્થીઓના લાભાર્થે કરાયેલ છે.

આમ આ કારોબારી સમિતિએ આક્ષેપોને વખોડી કાઢેલ છે તેમજ બક્ષીપંચના લોકોના વિરોધમાં સ્થાપિત હિતો અને પોતાના મલીન ઇરાદાઓ પાર પાડવા માટે ખૂબ જ બદઇરાદા તેમજ સામાજીક તાણાવાણાને નુકશાન પહોંચાડવા માટે ખરાબ ઇરાદાથી પ્રયોજિત હોય તેવું જણાય આવે છે.

બક્ષીપંચનું ખાતુ નિયામકશ્રી કે.જી.વણઝારા બક્ષીપંચના છેલ્લા વર્ષોમાં થયેલ અભૂતપૂર્વ વિકાસ કેન્દ્રીય ગ્રાંટ મેળવી બિન આયોગની રચના કરવી તેમજ દરેક યોજનાના સફળ અમલીકરણ માટે ધન્યવાદ આપી બક્ષીપંચ સમાજ તરફથી આભાર વ્યકત કરે છે અને હિન પ્રવૃતિને વખોડી કાઢે છે. તેમ હરદાસભાઇ ખવા પ્રમુખ (મો.૯૯૭૯૯ ૦૯૯૭૨), દુદાભાઇ ભાટીયા મહામંત્રી (મો.૯૪૨૭૬ ૬૫૮૪૦), સંજયભાઇ મકવાણા-ઉપપ્રમુખ (મો.૯૪૨૭૬ ૬૫૮૪૦), રામશીભાઇ કંડોરીયા સંગઠન મંત્રીએ સંયુકત યાદીમાં  રહીયો આપતા જણાવેલ.

કારોબારી સભ્યો રામબાપા વાળા, જુનાગઢ, ડાડુભાઇ કનારા, જુનાગઢ, નારણભાઇ ડાંગર, જામનગર, જાદવભાઇ રાતડીયા, જુનાગઢ, રામદેવભાઇ ધ્રાંગુ, દેવભુમિ દ્વારકા, મહેતાભાઇ સોમનાથ-વેરાવળ, વિજયભાઇ ઠંુગા, જામનગર, રાણાભાઇ ગોજીયા, રાજકોટ, ઘુઘાભાઇ ખટાણા,રાજકોટ, જગમાલભાઇ ખટાણા, સુરેન્દ્રનગર, મુકેશભાઇ મેર, રાજકોટ, વિજયભાઇ ચાવડા, સુરેન્દ્રનગર, દેવશીભાઇ મારડીયા, રાજકોટ, ગોવિંદભાઇ રાવલીયા, જુનાગઢ, ધીરૂભાઇ ગોહેલ, જુનાગઢ, મેસુરભાઇ રાવલીયા, દેવભૂમિ દ્વારકા, કે.ટી.કંડોરીયા, દેવભૂમિ દ્વારકાની સમાવેશ થાય છે.

તસ્વીરમાં 'અકિલા'સમક્ષ વિગતો વર્ણવતા બક્ષીપંચ આશ્રમશાળા-છાત્રાલય સંચાલક મંડળના આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:41 pm IST)
  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST

  • આંતરાષ્ટ્રીય બજારમાં ૮'દિ ક્રુડના ભાવો બેરલ દીઠ ૫ ડોલર ઘટયાઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાને બદલે ૮'દિમાં ૨ રૂ. વધી ગયા :ફરી આજે પેટ્રોલમાં ૧ લીટરે ૧૨ પૈસા અને ડીઝલમાં ૨૮ પૈસાનો દિલ્હીમાં વધારોઃ મુંબઇમાં પેટ્રોલમાં ૧૨ અને ડીઝલમાં લીટરે ૨૯ પૈસા વધ્યા access_time 3:28 pm IST