Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ઘટે તો જીંદગી ઘટે પણ સહિયરમાં કંઈ ન ઘટે

સહિયર કલબની વાહવાહઃ માઈક્રોપ્લાનીંગની સફળતાનો અનુભવ કરતા સુરેન્દ્રસિંહ વાળા

રાજકોટઃ. રાત પડે ને રંગ જામેની રાહ જોતા ખેલૈયાઓનો અભૂતપૂર્વ ધસારો સહિયર કલબ તરફ થઈ રહ્યો છે. ગ્રાઉન્ડ, સાઉન્ડ, લાઈટ, મંડપ, ડેકોરેશન, સિકયુરીટી, ફુડ ઝોન, બેઠક વ્યવસ્થા, બેનમુન લાઈટીંગ, એલઈડીથી સુશોભીત સ્ટેજ અને મજબૂત સંગીતથી સહિયર શોભી રહ્યુ છે. એક મહિના પૂર્વેથી જ તમામ વ્યવસ્થાના માઈક્રોપ્લાનીંગ સફળ થવાનો અહેસાસ સહિયરની સફળતાથી થઈ રહ્યો છે. પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા, પ્રોજેકટ હેડ ક્રિષ્નપાલસિંહ વાળા, વાઈસ પ્રેસીડેન્ટ ચંદુભા પરમાર, સેક્રેટરી કૃષ્ણસિંહ જાડેજા, કો-ઓર્ડીનેટર કૃષ્ણસિંહ જાડેજા, કન્વીનર જયદીપભાઈ, ટ્રેઝરર વિજયસિંહ, વાઈસ સેક્રેટરી પિયુષભાઈ રૈયાણી, સહ કન્વીનર ધૈર્ય પારેખ તથા આયોજકોનો સમાવેશ છે. માં ની આરતી બાદ શરૂ થયેલા રાસના દોરમાં તેજસ શિશાંગીયા પ્રસ્તુત જીલ એન્ટરટેઈન્મેન્ટના સથવારે ગમતીલા ગાયક સાજીદ ખ્યાર તથા ચાર્મી રાઠોડે દેશી ગરબા તથા સુફી ગીતો પર ધૂમ મચાવી તો લોકગાયક રાહુલ મહેતાને કચ્છી છલડો ઉપરાંત શૌર્ય ગીતોમાં જમાવટ કરી હતી. હિંચ, ડાકલા, ટીટોડો અને વેસ્ટર્નની અલગ અલગ બીટ પર ખેલૈયાઓ ઝુમી ઉઠયા હતા. વાઘેલાના રીધમ સેકશન તથા વિયા વાઢેરના મેલોડીના સંગાથે સાઉન્ડ સીસ્ટમની વ્યવસ્થામા પેરેમાઉન્ટ સાઉન્ડ સુનિલ પટેલ તથા પ્રવિણભાઈ મૈયડ તથા નિરજ મૈયડ પણ સહયોગ આપી રહ્યા છે. રાસની રમઝટ બાદ વંદે માતરમ્ ગાન સાથે રાસોત્સવને અલ્પવિરામ અપાયો હતો. બીજા નોરતે વિજેતા પ્રિન્સ (૧) મોન્ટુ વાઘેલા (૨) રાજ સેલાવડા (૩) સુનીલ એન્ડીયા (૪) દેવ પરમાર, વેલડ્રેસ જતીન બોરીચા, પ્રિન્સેસ (૧) ડેનીસા સખીયા (૨) વિધિ બગથરીયા (૩) મેઘા રાજા (૪) પૂર્વી છેલાણી, વેલડ્રેસ પ્રિતીબા જાડેજા તેમજ બાળકોમાં વિજેતા (૧) રોનક ઠુમ્મર (૨) લક્કી સોલંકી, વેલડ્રેસ મીથીન સોલંકી તથા (૧) મહિમા સરવૈયા (૨) પ્રાચી ટીટીયા, વેલડ્રેસ ધૈયા રાણપરા. આ તમામ વિજેતાઓને ઈનામો - મોમેન્ટો જનકસિંહ ગોહિલ, પીએસઆઈ બી.ટી. ગોહિલ, કુલદીપસિંહ જાડેજા (ડીસીબી), પીએસઆઈ પ્રતિપાલસિંહ ચુડાસમા, જયદીપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા (ડીસીબી), અહેમદ સાંઘ, અભિષેક વાળા, રણધીરસિંહ જાડેજા (નાનામૌવા), લખધીરસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, નિખીલ ગોહીલ, આનંદ મકવાણા, જય રાજ્યગુરૂ, ભગીરથ લોખીલ, સંદીપભાઈ કણસાગરા, વિનોદભાઈ કણસાગરા, ધર્મેશભાઈ કણસાગરા નજરે પડે છે. સહિયરના નિર્ણાયકો તરીકે અભિષેક શુકલ, જય ગણાત્રા, આનંદ શુકલ, કુશલ બુંદેલા, દિવ્યેશ કાલરીયા, જય શુકલ, રાજેષ ડાંગર, જહાનવી શુકલ, હેતલ શુકલ તથા વૃંદા જાની સેવા આપી રહ્યા છે. ત્રીજા નોરતાથી રોજ ૯ વાગ્યે પ્રથમ સિલેકશન રાઉન્ડ શરૂ થશે તેમ યાદીમાં જણાવાયુ છે.

(4:39 pm IST)
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટર પર દુષ્કર્મ મામલો: સેસન્સ કોર્ટે આરોપી ડોકટરની જામીન અરજી ફગાવી:ડો.સચિનસિંગની જામીન અરજી ફગાવી દેવાઈ access_time 5:41 pm IST

  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST

  • છેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST