Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

સાધુ સમાજના બાય - બાય નવરાત્રી રાસોત્સવ

રામદૂત યુવક મંડળ દ્વારા ૨૧મીએ સૌપ્રથમ વખત આયોજન

રાજકોટ, તા. ૧૨ : શ્રી મહામાર્ગી વૈષ્ણવ સાધુ સમાજ (બાવા વૈરાગી) શ્રી રામદૂત યુવક મંડળ રાજકોટ દ્વારા આગામી તા.૨૧ના રવિવારે સાંજે ૬ થી ૧૦ સુધી ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ ખાતે રાજકોટમાં સૌપ્રથમ વખત સાધુ સમાજ માટે એક દિવસીય બાય - બાય નવરાત્રીનું ભવ્ય રાસોત્સવનું આયોજન કરેલ છે. સંતો - મહંતો આર્શીવચન પાઠવશે.

આયોજનને સફળ બનાવવા ડો.લાલદાસજી કાપડી, હરેશભાઈ ગોંડલીયા તથા રાજેશભાઈ દેશાણી, રાજેશભાઈ કાપડી, મુકેશભાઈ દુધરેજીયા, ભાવેશભાઈ દાણીધારીયા, ભાવેશભાઈ દેસાણી, કલ્પેશભાઈ કાપડી, મેહુલભાઈ કાપડી, કેતનભાઈ દુધરેજીયા, રાજેશભાઈ ગોંડલીયા, શૈલેષભાઈ દુધરેજીયા, સોહમ દેશાણી, રમેશભાઈ દુધરેજીયા, પ્રશાંત દુધરેજીયા, લાલદાસભાઈ કાપડી તથા સંજયભાઈ કાપડી, વિજયભાઈ કાપડી, કલ્પેશભાઈ દુધરેજીયા, ઋત્વિકભાઈ દુધરેજીયા, ચેતનભાઈ દેવમુરારી, મનોજભાઈ દાણીધારીયા, સાગરભાઈ ગોંડલીયા, આશીષભાઈ દેસાણી, અમરદાસ દુધરેજીયા જહેમત ઉઠાવી રહ્યા છે. પાસ તેમજ વધુ માહિતી માટે હરેશભાઈ ગોંડલીયા - ૯૯૨૪૫ ૮૪૫૬૧, રાજેશભાઈ દેસાણી - ૯૭૨૭૭ ૦૪૪૪૧, ભાવેશભાઈ દાણીધારીયા - ૯૬૮૭૩ ૯૫૭૮૯નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:37 pm IST)
  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST

  • છેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST