Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વુડી જોન્સ પીઝા, પટેલ ડાયનીંગ હોલ, સાહેબ બીસ્ટ્રોમાંથી ૨૯૩ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

જયોતિ નગર ચોક, કાલાવડ રોડ વિસ્તારમાં નાયબ આરોગ્ય અધિકારી ડો.રાઠોડની ટીમના દરોડાઃ વાસી મન્ચુરીયન, રાંધેલા ભાત, વાસી બાંધેલો લોટ સહિતની વસ્તુઓનો નાશ કરાયો

રાજકોટ, તા., ૧૨: સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ હોટલ અને રેસ્ટોરન્ટોમાં એઠવાડ સહિતના કચરાનો નિકાલની વ્યવસ્થા તેમજ હોટલો અને રેસ્ટોરન્ટોમાં પીરસાતા ખોરાકની ગુણવતાનું ચેકીંગ નાયબ આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારમાં આવેલ હોટેલોમાં કરવામાં આવી રહ્યુ છે. જે અન્વેય આજે કાલાવાડ રોડ વિસ્તારમાં ૨ હોટલો માંથી ૨૯૩ કિલો અખાદ્ય ખોરાક તથા ૧૩.૫ લીટર એકસપાયરી કોલ્ડ્રીંકસ નો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે ડો.રાઠોડની યાદીમાં જણાવ્યા મુજબ આજે સવારે  વુડી જોન્સ પીઝા મેકડોનાલ્ડની ઉપર કાલાવાડ રોડ ઉપરની વાસી બાફેલા બટેટા, સડેલા કાચા બટેટા, બાફેલા વાસી નુડલ્સ, બાફેલા વાસી પાસ્તા, બાફેલા વાસી મકાઇ દાણા, ફળ વઘેલ ફ્રોઝન પેટી, જીવાત વાળો લોટ, એકસપાયરી કોલ્ડ્રીંકસ, વાસી ફુગ વળેલ પીઝા બેઇઝ, એકસપાયરી ચોકલેટ કમ્પાઉન્ડ રાંધેલા ભાત, પ્રીપેડ વાસી નુડલ્સ, વાસી બાફેલા ચણા સહિત ૮૬ કી.ગ્રા. અખાદ્ય ચીજવસ્તુ તથા ૧૩.પ લીટર કોલ્ડ્રીકસનો નાશ કરવામાં આવ્યો હતો. સંચાલકોને નોટીસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત પટેલ ડાયનીંગ હોલ જયોતિનગર ચોક ક્રિસ્ટમલ મોલ પાસે કાલાવાડ રોડ, મોતીવાસી બાંધેલો લોટ, સડેલા બટેટા, તારીખ વગરની પેકડ સહિત ૬૭ કી.ગ્રા. અખાદ્ય ચીજવસ્તુનો નાશ કરાયો હતો. સંચાલકોને નોટીસ અપાયેલ છે.

જયોતિનગર ચોક ક્રિસ્ટલ મોલ પાસે કાલાવડ રોડ પર આવેલ સાહેબ બિસ્ટ્રોમાંથી વાસી મન્યુચરીયન, વાસી ગ્રેવી, સંધેલા ભાત, વાસી સોસા, ગ્રેવી કાપેલા શાકભાજી, રાંઘેલા વાસી નુડલ્સ, ચટણી ગ્રેવી (લસણ) સહિત ૧૪૦ કી.ગ્રા. અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હતો અને નોટીસ આપેલ છે.

ઉપરોકત કામગીરી  મ્યુનીસીપલ કમિશ્નર  બંછાનીધી પાનીના આદેશથી નાયબ કમિશ્નરશ્રી ગણાત્રા, આરોગ્ય અધિકારી ડો.પંકજ પી.રાઠોડ, ડેઝીગ્રેટેડ ઓફીસર અમિત પંચાલના માર્ગદર્શન હેઠળ ફુડ સેફટી ઓફીસર વાઘેલાભાઇ, સરવૈયાભાઇ, કેતનભાઇ, મોલીયાભાઇ તથા પરમારભાઇ દ્વારા કરવામાં આવી હતી. વિશેષમાં નિયત સમયમાં કિચન વેસ્ટના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહી કરવામાં આવે તો બી.પી.એમ.સી. એકટની કલમ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

(3:49 pm IST)