Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

હોટલ-સ્કુલ-બાંધકામ સાઇટમાં મચ્છરોના ઘર

શિલ્પન આઇકો બાંધકામ સાઇટ, પામ યુનિવર્સ બાંધકામ સાઇટ, એપલ અલ્ટુરા બાંધકામ સાઇટ, નેહરૂનગર બાંધકામ સાઇટ, લોડર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, સમર્પણ સ્કુલ, એન્જોય હોટલ, ભાટીયા બોર્ડીગ, મમતા ભોજન હાટ, ગુડલક હોટેલ સહિતના વિવિધ સ્થળોએથી ડેંગ્યુ ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતા મેલેરીયા વિભાગે ૪ર,૯૦૦નો દંડ ફટકાર્યો

રાજકોટ, તા.,૧૨: શહેરમાં મચ્છરજન્ય ડેંગ્યુ અને મેલેરિયાનો રોગચાળો બેફામ બન્યો છે ત્યારે રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરોમાં ઉપદ્રવ અંગે સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી જે અંતર્ગત આજે વી.વી.પી સ્કુલ, સમપર્ણ સ્કૂલ, એન્જોય હોટલ,સિલ્પન આઇકો બાંધકામ સાઇટ, નેહરૂનગર બાંધકામ સાઇટ,લોડર્સ ઇંગ્લીસ સ્કૂલ, મમતા ભોજન હાટ   સહિતનાં વગેરે સ્થળો ડેંગ્યુ ફેલાવતા મચ્છરો તથા તેના પોરા (બચ્ચા) જોવા મળતા ઉપરોકત તમામ સ્થળોના સંચાલકોને કુલ રૂ. ૪૨,૯૦૦હજારનો દંડ ફટકાર્યો હતો.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, હાલ મહાનગરપાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુ કેસમાં વધારો જોવા મળતા જ્યાં વિશાળ માનવ સમુહ વધુ સંખ્યા એકત્રીત હોય તેવા સ્થળોએ આરોગ્ય શાખાની ટીમ દ્વારા મચ્છર ઉત્પતિ સબબ ખાસ ચેકીંગ અભિયાન હાથ ધરે છે. આ ચેકીંગ અભિયાન દરમિયાન રૂ.૪૨,૯૦૦નો વહિવટી ચાર્જ વસુલાત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જેમાં શિલ્પન આઇકોન બાંધકામ સાઇટ-યુનિ. રોડમાંથી સેલરમાં જમા પાણીમાં, સીન્ટેક્ષની ટાંકી પાસે જમા પાણીમાંથી મચ્છરોના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ તથા પામ યુનિવર્સ બાંધકામ સાઇટ-યુનિ. રોડ સેલરમાં જમા પાણીમાં, સીન્ટેક્ષ ટેન્કની નીચે જમા પાણીમાં, મચ્છરોના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. તેમજ નંદ હાઇટર્સ બાંધકામ સાઇટ-યુનિ. રોડ સંપના ખાડામાં, લીફટના ખાડામાં, બોરવેલ પાસે જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. એપલ અલ્ટુરા-બાલાજી હોલ પાસે ગ્રાઉન્ડ ફલોર પર જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

જયારે લોડર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ-ગુરૂજીનગર વાડી આવાસ, સાધુ વાસવાણી રોડમાં સેલરમાં પાણી નિકાલની ચેનલ તથા ડ્રિઝની ટ્રેમાં મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત વી.વી.પી. સ્કુલ-મવડી, ગુરૂકુળ રોડ પક્ષીકુંજ અને સેલરમાં મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. પુજારા પ્લોટ મે. રોડમાં બાંધકામ સાઇટમાં છજ્જામાં, બેરલ તથા માટલામાં પોઝીટીવ જોવા મળેલ છે. સમપર્ણ સ્કુલ-પીપળીયા હોલ મેઇન રોડ સિમેન્ટનાં ટાંકામાં મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. તથા એન્જોય હોટલ, ભાટીયા બોર્ડીગ, મમતા ભોજન હાટ, બાબા પરોઠા હાઉસ, જય દ્વારકાધીશ પરોઠા હાઉસ, ગુડલક હોટેલ અને રેસ્ટોરન્ટ-જંકશન રોડમાં મચ્છરોના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ મનહર પ્લોટ-પ નવા બાંધકામ સાઇટ પર જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. દ્વારકેશ એપાર્ટમેન્ટ-કોટેચા ચોકમાં સેલરમાં મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

આમ, ઉપરોકત તમામ સ્થળોએ ડેંગ્યુ ફેલાવતા મચ્છરો જોવા મળતા તમામ સ્થળોએથી કુલ ૪૦ હજારનો દંડ વસૂલ્યો હતો.

(3:46 pm IST)